પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૨૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૬
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


અને કર્તવ્યનો અવધિ છે. તેણે નિશ્ચય કર્યો હતો કે આવી સ્થિતિ પ્રાપ્ત કરવી જ જોઈએ. એ પ્રાપ્ત થયા વિનાનું બધુંજ નકામું ! શ્રી રામકૃષ્ણની માફક તેણે પણ સમાધિસ્થ થવુંજ જોઇએ ! જે શ્રી રામકૃષ્ણે પ્રાપ્ત કર્યું છે તે સર્વે તેણે પ્રાપ્ત કરવું જ જોઈએ ! તેણે નિર્વિકલ્પ સમાધિ મેળવવીજ જોઇએ! શ્રી રામકૃષ્ણ પાસેથી હવે નરેન્દ્રને છેલ્લામાં છેલું જે મેળવવાનું હતું તે આ નિર્વિકલ્પ સમાધિજ હતી. જે નિર્વિકલ્પ સમાધિ અનેક તપ અને શ્રમ વેઠીને શ્રી રામકૃષ્ણે પ્રાપ્ત કરી હતી તે જાણે કે કોઈ ખાવા પીવાની વસ્તુ હોય તેમ નરેન્દ્ર માગતો હતો ! જ્યારથી અદ્વૈતવાદમાં તેણે પ્રવેશ કર્યો ત્યારથી તે આ સમાધિની માગણી કરી રહ્યો હતો. બ્રહ્મભાવને પ્રાપ્ત કરાય, આત્મદર્શનવડે ભવાટવીના કારણ રૂ૫ કારણ શરીરજીવ ભાવ સદાને માટે નષ્ટ થઈ જાય, સર્વ બંધનોના મૂળ રૂપ જે અનાત્મ પ્રત્યેનો આત્મભાવ તે અહંભાવના મન વાણીથી અતીત આત્મ પ્રદેશમાં લય થાય–આવી પ્રાર્થના નરેન્દ્ર શ્રી રામકૃષ્ણને કરી રહ્યો હતો.

નરેન્દ્રે અનેક આંતર બાહ્ય વસ્તુસ્થિતિઓનાં દર્શન કર્યા હતાં. અહંબ્રહ્માસ્મિના નિદિધ્યાસન વડે તેનો આનંદમયકોષ ખીલી ઉઠીને તેને ભાવસમાધિ-સવિકલ્પ સમાધિ અનેકવાર આવી જતી. પણ તે સર્વ નામ રૂપાત્મક માયીક પ્રદેશજ ગણાય. નરેન્દ્ર તે સર્વથી પર એવી નિસ્ત્રૈગુણ્ય-માયાતીત–નિજાત્મ વસ્તુના સાક્ષાત્કારને ઇચ્છી રહ્યો હતો. ચિદ્ શક્તિરૂપી અગાધ મહાસાગરમાં ડુબકી મારી તેનો તળસ્પર્શ કરી આત્માનુભવરૂપી અનુપમ ખજાનો હાથ કરી લેવાનો તેનો નિશ્ચય હતો. ઉપનિષદોનાં રહસ્યનો એ પ્રકારનો સાચો અનુભવ ન કરાય તો સર્વ શ્રમ અને માનવ જન્મ વૃથાજ ગયો, એવી તાલાવેલી તેને લાગી રહી હતી. તેમાં વળી શ્રી રામકૃષ્ણના વધતા