પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૨૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૭
નરેન્દ્રને નિર્વિકલ્પ સમાધિ.


જતા મંદવાડે તેને અધીરો બનાવી મૂક્યો હતો.

શ્રી રામકૃષ્ણ આગળ હવે તો બસ એજ વાતની તે હઠ લઈ બેઠો ! સઘળા શિષ્યોને નરેન્દ્રની માગણી ઘણીજ અશક્ય જણાવા લાગી; પણ તેઓ હજી તેના અધિકારને સમજી શક્યા નહોતા. અંતરાત્માના જે ઉચ્ચ પ્રદેશમાં-જે એકાગ્રતામાં અને જે અંતિમ આનંદમય કોષમાં નરેન્દ્રનો અંતરાત્મા ઉડી રહ્યો હતો ત્યાં સુધી તેમના આત્માઓ હજી પહોંચી શક્યા નહોતા.

એક તરફ શ્રી રામકૃષ્ણ વધારેને વધારે અશક્ત થતા જતા હતા અને બીજી તરફ ઉતાવળમાં પડી ગએલો નરેન્દ્ર વધારેને વધારે અભ્યાસ કરતો ચાલી પોતાની આધ્યાત્મિક શક્તિને ખીલવ્યે જતો હતો. જાણે આધ્યાત્મિકતાની એક મહાજ્યોતિ હોય તેવોજ તે દેખાતો હતો. તે એક સિંહની માફક ચાલતો. શ્રી રામકૃષ્ણે તેને અભયદાન આપી મૂક્યું હતું કે “શ્રી જગદંબાની માયા પણ તને નુકશાન કરી શકનાર નથી.” તેઓ જે જે સાધન અને અભ્યાસ બતાવતા તે નરેન્દ્ર તન્મયતાથી સાધતો; પરંતુ છેવટના ફળને માટે હવે તે અત્યંત અધીર બની રહ્યો હતો. એક રાત્રે બગીચામાં ધુણી સળગાવીને તે આખી રાત તેની પાસે એજ વાતની ચિંતામાં બેસી રહ્યો. એ પછી એક દિવસ તે અધીર બનીને શ્રી રામકૃષ્ણ પાસે ગયો અને બહુ બહુ વિનવીને કહેવા લાગ્યો “દેવ, મને નિર્વિકલ્પ સમાધિ આપો.” શ્રી રામકૃષ્ણે જવાબ આપ્યોઃ “જ્યારે હું સાજો થઈશ ત્યારે તું માગીશ તે આપીશ” અધીર નરેન્દ્ર ભોળેભાવેજ બોલી ઉઠ્યો "પણ તમે મરી ગયા તો પછી મને શું મળશે !”

શ્રી રામકૃષ્ણ બોલી ઉઠ્યા “ફરી કહે, ફરી કહે, તારે શું જોઈએ છીએ ?” નરેન્દ્રે જવાબ આપ્યો “મહારાજ, અઠવાડીયામાં શુકદેવજીની માફક પાંચ છ દિવસ સુધી સમાધિસ્થ રહું અને પછી પાછો થોડોક