પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૨૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૮
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


ધનાઢ્ય મનુષ્યોને ઘેર લઈ જવાનો વિચાર કર્યો. સ્વામીજીએ ચોખ્ખી ના પાડી ! તે બોલ્યા “ધનાઢ્ય પુરૂષોની મુલાકાત ચાહીને લેવા જવું એ સંન્યાસીનો ધર્મ નથી.” તેમના ઉત્કટ વૈરાગ્યથી મારા મન ઉપર ભારે અસર થઈ રહી. તેમની સંનિધિમાં રહીને હું ઘણી વાતો શિખ્યો છું અને તે વાતો મારા આધ્યાત્મિક આદર્શો રૂપે બની રહેલી છે.”

સ્વામીજી ફરીથી બનારસમાં ! અહાહા ! તે પવિત્ર નગરી સ્વામીજીને કેટલી બધી પ્રિય લાગતી હતી ! ત્યાંના વાતાવરણમાં આર્યોનું ગૌરવ, તેમની શક્તિઓ અને તેમની વિદ્યાનું સ્વામીજીને ભાન થઈ રહેતું હતું. બનારસને જોઈને તેમનો આત્મા સંપૂર્ણ રીતે વિકાસી રહેતો અને તેમાં રહેલી અનેક શક્તિઓ તેમને પ્રત્યક્ષ થતી. એક ખરેખરા સનાતન ધર્મી હિંદુનું આધ્યાત્મિક બળ તે ધારણ કરી રહેતા અને તે બળનો આવિર્ભાવ તેમનાં વચનોમાં પ્રત્યક્ષ જણાઈ આવતો. આવાજ બળથી પ્રેરાઈને પ્રેમદાસ મિત્રને તે જતે જતે કહેવા લાગ્યા : “હવે હું કાશી છોડીને જાઉં છું ! પણ જ્યારે હું પાછો આવીશ ત્યારે જાણે કે હિંદુસમાજ ઉપર એક ગોળો છૂટીને આવતો હોય તે પ્રમાણે આવીશ.”

કાશીથી તે નૈનીતાલ ગયા અને ત્યાંથી પગે ચાલતા ચાલતા બદ્રીકાશ્રમ જવાને નીકળ્યા. પર્વતની તળેટીમાં થઈને તે જતા હતા. રસ્તામાં એક મોટું વડનું ઝાડ આવ્યું, પાસે એક ઝરો વહી રહ્યો હતો. તેને જોઈને સ્વામીજી બોલી ઉઠ્યા : “આ જગ્યા ધ્યાન ધરવાને માટે કેવી સુંદર છે !” આમ કહીને ત્યાં તે બેઠા. અને એકદમજ સમાધિ પ્રાપ્ત કરી રહ્યા. તેમનું શરીર એક પાષાણની મૂર્તિ જેવું સ્થિર દેખાવા લાગ્યું, અખંડાનંદ આશ્ચર્યથી જોઈ રહ્યા. થોડા વખત પછી તે જાગ્યા. આ વખતે સ્વામીજીનું