પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૨૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૯
હિમાલયમાં પર્યટણ.


વદનકમળ અલૌકિક આનંદ અને આધ્યાત્મિક અનુભવથી પ્રકાશિત બની રહ્યું હતું.

અલમોરાની લગભગ તેઓ આવી પહોંચ્યા. અહીંઆં ગામની બહાર એક ગુફામાં તે કેટલાક દિવસ રહ્યા અને સઘળો વખત અભ્યાસમાં ગાળ્યો. અહીંથી તે ગઢવાલ તરફ ગયા અને ત્યાંથી કર્ણપ્રયાગ, રૂદ્ર પ્રયાગ વગેરે સ્થળોમાં થઇને શ્રીનગર પહોંચ્યા. અહીંઆં અલકનંદા નદીને તીરે એક ઝુંપડીમાં તે રહ્યા અને સઘળો સમય ઉપનિષદો વાંચવામાં ગાળ્યો. અહીંથી તે તિહરી ગયા. રસ્તામાં ઘણી વખત તેમને ભુખ્યા પેટે પણ મુસાફરી કરવી પડતી. અહીંઆંથી તેઓ દેહરાડુન તરફ જવાને નીકળ્યા. રસ્તામાં એક જગ્યાએ હિમાલયની એક ટેકરીના શિખર ઉપર ઉભા રહીને ચારે તરફ નજર નાંખીને તે જોવા લાગ્યા. હિંદુસ્તાનનું દરેક સ્થળ, દરેક ખુણો અને દરેક છેડો જાણે કે તેમની દૃષ્ટિએ પડતા હોય તેમ તેમને લાગ્યું. માતૃભૂમિ વિષેના અનેક પ્રશ્નો વિષે વિચારો કરતા તે ત્યાં ઉભા રહ્યા અને ભારતવર્ષનું ગૌરવ જોઈ રહ્યા. અનેક વિચારો તેમના મનમાં આવી રહ્યા. તેમની દૃષ્ટિએ ભારતવર્ષના અનેક સંતો, સાધુઓ અને તેમના આત્માનુભવો આવી રહ્યા. આસપાસનું સૃષ્ટિસૌંદર્ય શાંતિ અને શોભા પ્રસારી રહ્યું હતું અને તેને નિહાળીને સ્વામીજીનો આત્મા અનેક રીતે વિકાસ પામતો હતો.

આગળ ચાલતે ચાલતે સ્વામી તુરીયાનંદ – એક ગુરૂભાઈ – નો ભેટો થયો. સ્વામીજીના ગુરૂભાઈઓ પણ હવે એક પછી એક પ્રવાસે નીકળી રહ્યા હતા અને વખતે તેઓ કોઈ કોઈ સ્થળમા ભેગા થઈ જતા હતા. તુરીયાનંદને જોઇને સ્વામીજીને ઘણો હર્ષ થયો. પછીથી બધાએ દેહરાડુન ગયા. અહીં અખંડાનંદ માંદા પડ્યા અને સ્વામીજીને તેમની સારવાર કરવામાં ઘણું કષ્ટ સહન કરવું