પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૨૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૯
ગુજરાત-કાઠિયાવાડ અને મુંબઈ ઇલાકામાં.


ઉપર ઉપરથી જોનારને એમજ લાગશે કે સ્વામી વિવેકાનંદ હિંદના રાજા મહારાજાઓના મહેલમાંજ પોતાનો સમય ગાળી રહ્યા હતા અને સામાન્ય જનસમૂહ સાથે તે ભળતા નહોતા ! પણ જ્યારે જ્યારે તક મળે ત્યારે ત્યારે રાજાઓ જોડે રહેવામાં પણ તેમનો અતિ ઉપકારક હેતુ રહેલો હતો. રાજાઓ ઉપર તેમની પ્રજાઓના કલ્યાણનો અને ઉદયનો આધાર રહેલો છે. તેઓ પોતાનાં રાજ્યોમાં સુધારો, કેળવણીનો વધારો અને લોકોપયોગી સંસ્થાઓની સ્થાપના કરી શકે તેમ છે. સ્વામીજીનું ચિત્ત સર્વદા સામાન્ય જનસમૂહ તરફજ હતું. તેમનું કલ્યાણ સાધવાનેજ તે પ્રવાસે નીકળ્યા હતા અને તેને માટેજ તે રાજા મહારાજાઓ સાથે વસતા હતા. રાજાઓ ધાર્મિક અને, સ્વધર્મને સમજે, લોકકલ્યાણને માટેજ રાજ્ય કરે અને રાજ્યનો પૈસો મોજશોખ, પરદેશગમન કે શિકારાદિ ગમતોમાં ખર્ચી ન નાંખે એવો ઉપદેશ તેમને કરવાનેજ સ્વામીજી તેમની સાથે ભળતા હતા. સ્વામીજી સમજતા હતા કે “જેમના હાથમાં પુષ્કળ દ્રવ્ય છે અને જેમના હાથમાં લાખો મનુષ્યનું ભવિષ્ય રહેલું છે, તેવામાંના એકને પણ જો હું મારા વિચાર સમજાવી શકું તો લાખો મનુષ્યોનું કલ્યાણ થાય.” મહેલમાં તે રહેતા, પણ હમેશાં રાજાઓ જોડે એવી શરત કરતા કે સઘળા લોકોને તેમની પાસે આવવા દેવા. પોતે જાતે પણ ઘણી વખત ગરીબોને ઘેર પગે ચાલતા જતા અને તેમના ભાવથી વધારે ખુશી થતા.

જૂનાગઢથી તે ભુજ ગયા અને ત્યાંના દિવાનને ઘેર મુકામ કર્યો. દિવાન સાથે તેમણે ઉદ્યોગ, ખેતીવાડી અને અર્થશાસ્ત્રના અનેક પ્રશ્નો ઉપર ચર્ચા કરી. જનસમૂહમાં કેળવણી ફેલાવવાનો આગ્રહ કર્યો. જે જે સ્થળે સ્વામીજી જતા તે તે સ્થળની આર્થિક સ્થિતિનો તે અભ્યાસ કરતા. ખેડુતવર્ગની હાલત અને જમીનની પેદાશ વિષે તે ઉંડો વિચાર કરતા. કારીગર અને મજૂરવર્ગની સ્થિતિમાં સુધારો થાય