પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૩૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રકરણ ૩૧ મું-મદ્રાસ અને હૈદ્રાબાદ.

સને ૧૮૮ર ની સાલના છેલ્લા દિવસોમાં સ્વામીજી કન્યાકુમારીથી મદ્રાસ જવા નીકળ્યા. એકવાર ફરીથી તે દરીઓ તરીને પેલે પાર ઉતર્યા. પછીથી પગે ચાલીને પોન્ડીચેરી ગયા.

પોન્ડીચેરીમાં સ્વામીજીને મદ્રાસના ડેપ્યુટી એકાઉન્ટન્ટ જનરલ ભટ્ટાચાર્ય સાથે મેળાપ થયો. તેમણે સ્વામીજીના આવવાની વાત માઇસોર લખી મોકલી અને ત્યાંથી તેમના મિત્રે મદ્રાસ ખબર મોકલી. આથી કરીને સ્વામીજી જ્યારે મદ્રાસ ગયા ત્યારે આખા નગરમાં વાત ચાલી રહી કે એક અંગ્રેજી ભણેલો પ્રસિદ્ધ સંન્યાસી નગરમાં આવ્યો છે. માણસોનાં ટોળે ટોળાં તેમને મળવાને આવવા લાગ્યાં. કેટલાક ખરેખરા જિજ્ઞાસુઓની એક મંડળી તેમની પાસે આવી અને તેમને પ્રશ્નો પૂછવાની ઈચ્છા બતાવી. તેમની સાથે ધર્મ, માનસશાસ્ત્ર, વિજ્ઞાનશાસ્ત્ર, સાહિત્ય અને ઇતિહાસ ઉપર અનેક ચર્ચાઓ ચાલી રહી. એક માણસે તેમને પ્રશ્ન કર્યોઃ “સ્વામીજી, અદ્વૈતવાદને હિંદુઓ માને છે તો પછી તેઓ મૂર્તિને કેમ પૂજે છે?” સ્વામીજીએ જવાબ આપ્યો “તેનું કારણ એ છે કે આપણી દૃષ્ટિ સામે હિમાલય આવી રહેલ છે.” સ્વામીજીના કહેવાનો ભાવાર્થ એ હતો કે પોતાના અંતરાત્માને હલાવી મૂકે એવી ભવ્ય સૃષ્ટિ સૌંદર્યથી પરિવૃત થયેલો હિંદ તેને નમ્યા વગર કે પૂજયા વગર કેમ રહે ! ધાર્મિક સત્ય માનવજાતિના વિકાસ સાથે ઉત્કટ સંબંધ ધરાવે છે. સમસ્ત પ્રકૃતિ તરફ મનુષ્ય જે વલણ ધરાવે છે તેની સાથે ધર્મ સંબદ્ધ થઈ રહેલો છે. અખિલ વિશ્વમાં દૃશ્યમાન થતાં સૌંદર્ય, સૌમ્યતા અને ગૌરવને ઉચ્ચ મનોભાવથી નિહાળવાને મનુષ્ય હૃદય ઇચ્છા કરે છે. વળી પ્રતિમા પૂજા અને ચિત્તની એકાગ્રતા વચ્ચે એક પ્રકારનો ખાસ