પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૫૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૧૯
પાશ્ચાત્ય શિષ્યોની કેળવણી.

નવી નવી સમાજો અને મંડળીઓ સ્થપાવા લાગી છે તેમજ અમેરિકા અને હિંદુસ્તાન વચ્ચે પ્રેમ વધવા લાગ્યો છે. આજે પણ અનેક અમેરિકન સ્ત્રીપુરૂષો બ્રહ્મચર્યદિક્ષા કે સંન્યાસ ગ્રહી ભારતવર્ષમાં આવીને વેદાન્તમય જીવન ગાળી રહેલાં છે. કેટલાક ગૃહસ્થાશ્રમી છતાં પણ વેદાન્તના સંપૂર્ણ અભ્યાસી બની હિંદનું ધાર્મિક જીવન જોવા આવતા જણાય છે. સ્વામી વિવેકાનંદે સ્થાપેલા બેલુર મઠમાં અને અદ્વૈત આશ્રમમાં બ્રહ્મચારી કે સંન્યાસી તરિકે તેઓ જીવન ગાળતા નજરે પડે છે. ખ્રિસ્તિ ધર્મને છોડીને શા માટે તેઓ વેદાન્ત ધર્મને ગ્રહણ કરે છે તેનાં કારણો તેઓ સમજાવે છે. હમણાંજ એક અમેરિકન સદગૃહસ્થ “બ્રહ્મચારી ગુરૂદાસ” એવું નામ ધારણ કરીને બેલુરમઠમાં આવેલા છે. વેદાન્તધર્મ સ્વીકારવાનું અને ભારતવર્ષમાં આવીને રહેવાનું કારણ જણાવતાં તે કહે છે કે વેદાન્ત ધર્મ સર્વથી શ્રેષ્ઠ છે અને તેનું પાલન કરવાને ભારતવર્ષ જેવું બીજું એકે સ્થાન યોગ્ય નથી.

પ્રકરણ પર મું – પાશ્ચાત્ય શિષ્યોની કેળવણી.

ભારતવર્ષમાં અનેક પંડિતો, સાધુઓ, સંન્યાસીઓ અને મહાત્માઓ આપણી દૃષ્ટિએ આવે છે. વેદ શાસ્ત્રાદિમાં પારંગત થયેલા અનેક વિદ્વાનો ભારતવર્ષમાં જણાય છે. સ્વામી વિવેકાનંદ જેવી વિદ્વત્તાવાળા પણ અનેક સાધુઓ હિંદમાં મળી આવશે. પણ સ્વામી વિવેકાનંદની શ્રેષ્ઠતા સોનામાં સુગંધની પેઠે વિદ્વતા સાથે જોડાયલા તેમના સુંદર ચરિત્ર્ય બળને લીધે વધારે હતી. તેમના ચારિત્ર્યમાંજ તેમની નવીનતા હતી. એ ચારિત્ર્યથીજ તે સર્વેથી જુદા પડતા અને સર્વેના માનનું પાત્ર બની રહેતા. ભારતવર્ષમાં અનેક સાધુઓ અને પંડીતો