પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૫૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૨૪
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


આચાર વિચારોને ધાર્મિક દૃષ્ટિથીજ તપાસવાનું તેઓ તેમને કહેતા. તેઓ તેમને અનેક દાખલા દલીલોથી સાબીત કરી આપતા કે હિંદના પ્રાચીન શિક્ષણની બરાબરી કરી શકે એવું બીજું કોઈ પણ શિક્ષણ જગતમાં નથી. તે શિક્ષણ હજારો વર્ષ સુધી પ્રયોગોની કસોટિએ ચ્હડીને માનવજાતિના ઉંચામાં ઉંચા ધ્યેયને પ્રાપ્ત કરી રહેલું છે તેથી કરીને તે અજેય છે. પોતાના ધાર્મિક વિચારોમાં ભારતવર્ષ હજારો વર્ષથી અડગ રહેલું છે. હિંદ ગરિબ છે પણ તેની ગરિબાઇમાં નિર્દોષતા ઝળકી રહેલી છે. હિંદનો ગરિબ વર્ગ પશ્ચિમના ગરિબ વર્ગ જેવો નાસ્તીક અને તોફાની નથી. તે નિત્ય સ્નાનપૂજાદિ કરે છે; પોતાનાં મકાન, વાસણો વગેરેને ચોખ્ખાં રાખે છે અને સ્વચ્છતાને ધાર્મિકતાનું એક અંગજ ગણે છે. આવા આવા અનેક વિચારો સ્વામીજી તેમના પાશ્ચાત્ય શિષ્યોનાં હૃદયમાં પ્રત્યક્ષ કરાવતા. સ્વામીજી જેવા સ્વદેશપ્રીતિથી ભરેલા ચિત્રકારની કુશળ પીંછીથી ચિતરાયેલું ભારતવર્ષ–જેમકે ચળકતાં વાસણોમાં પવિત્ર ભાગીરથીનું જલ ભરી પાછી ફરતી પવિત્ર આર્ય લલનાઓ, સૂર્યોદય વખતે સૂર્યને નમસ્કાર કરતા કેડ સુધી પાણીમાં ઉભેલા પવિત્ર બ્રાહ્મણો, રૂદ્રાક્ષ અને ભસ્મ તથા તિલક છાપાં ધારણ કરીને અહીં તહીં વિચરતા સંતસાધુઓ, આસનવાળી બેઠેલા તપસ્વીઓ વગેરે–પાશ્ચાય શિષ્યોની દૃષ્ટિ આગળ જીવતું જાગતું ખડું થઈ રહેતું. એ દૃશ્યમાં હિંદ ક્વચિત્ ભવ્ય, ક્વચિત્‌ સુંદર અને ક્વચિત્‌ અત્યંત સાદાઇમાં ગર્વ ધરતું તેમને દૃશ્યમાન થતું. સ્વામીજીને મન આખું ભારતવર્ષ પવિત્ર અને અલૌકિકજ ભાસતું. સર્વત્ર તેની પ્રાચીન કીર્તિ અને સૌંદર્યના ભણકારા સ્વામીજીને સંભળાતા. સ્વામીજીના મુખમાંથી નીકળતી પ્રાચીન કથાઓ તો પાશ્ચાત્ય શિષ્યોને માટે આલ્હાદક હતી. ટુંકામાં કહીએ તો રહસ્ય પૂર્ણ અને કેટલીકવાર તો લગભગ સમાધીની