પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૫૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૨૫
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


દશાએ પહોંચાડી દેનારી થઈ પડતી. સ્વામીજી પોતે ભારતવર્ષનો આત્મા છે એમજ શિષ્યોને ભાસ થતો અને જ્યારે તે હિંદને વર્ણવવા બેસતા ત્યારે તો જાણે આખું ભારતવર્ષ જ લઘુરૂપ ધારણ કરીને સ્વામીજીના શરીરમાં વસી રહેલું અને તેમના મુખે બોલી રહેલું હોય એવું ભાન તેમને થઈ રહેતું.

આ ઉપરથી એમ સમજવાનું નથી કે પાશ્ચાત્ય શિષ્યોને સ્વતંત્ર વિચાર કરવાની છુટ ન હોતી. સ્વામીજી શિક્ષણકલામાં પ્રવીણ હતા. પોતાના શિષ્યોની જન્મસિદ્ધ ભાવનાઓ અને વિચારોને તે માન આપતા અને તેમની સ્વાભાવિક વૃત્તિઓ સામે નહિ થતાં તેમને સ્વતંત્રપણે વિચાર કરવા દેતા. અહીં તહીં વિચરવાનું, અવલોકન કરવાનું અને અનુભવ મેળવવાનું તેમને તે કહેતા. તેમને તે વારંવાર સુચવતા કે “તમારી મેળેજ તમારો વિકાસ કરી અને જરાકે લાગણીથી દોરાઈ જશો નહિ.” કોઈ કોઈ બાબતમાં તો સ્વામીજી તેમના ઉપર દાબ રાખતા અને કહેતા કે “પાંઉ, બીસ્કીટ અને માછલીનો ત્યાગ કરો. જગતનો ઠાઠ હવે તમારે માટે નથી. એ સઘળું હવે કહાડી નાંખવું જોઈએ અને તમારા મગજમાં તેની ગંધ પણ ન રહેવી જોઈએ. એ સઘળું ઈંદ્રિયો બહેકી ગયાની નિશાની છે; એ સઘળું ખરેખરૂં ઝેર છે.” સ્વામીજીનો આ પ્રયાસ સારી રીતે સફળ થયો હતો. તેમના પાશ્ચાત્ય સંસ્કારોને ખસેડીને તેમને સ્થાને તેમણે હિંદુ સંસ્કારોને સ્થાપ્યા હતા અને તેમ કરવામાં તેમણે પૃથ્વીના બે છેડાઓ એકઠા કરવા જેવો મહત્‌ શ્રમ ઉઠાવ્યો હતો. પાશ્ચાત્ય શિષ્યો મન સ્વામીજીનું જીવન આદર્શ રૂપ હતું. એ જીવનના અનેક પ્રવાહો, હેતુઓ, મહત્વાકાંક્ષાઓને વિવિધ જીવંત સત્યોની પેઠે તેઓ સમજતા અને તેને પોતાના જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરતા. સ્વામીના જીવનની અસર તેમના પાશ્ચાત્ય શિષ્યો ઉપર કેવી થઈ