પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૬૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૭૨
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


મારી ઈચ્છા છે. આ મહાકાય, મહાબળવાન ભારતભૂમિ અજીત આત્મશ્રદ્ધાને ખોઇને ભર ઉંઘમાં પડેલી છે. બહારથી તે મૃતવત્‌ દેખાય છે. આપણે જો તેને તેના સનાતન ધર્મની મહત્તા અને તેમાં રહેલા અજેય બળ–પરાક્રમનું ભાન કરાવીએ તો આપણે અને આપણા ગુરૂએ નકામો અવતાર લીધો એમ ન કહેવાય. માત્ર એટલી એજ ઈચ્છા રહેલી છે. મુક્તિનો વિચાર પણ તેની આગળ તુચ્છ લાગે છે. મને તમે આશીર્વાદ આપો કે તે બાબતમાં હું વિજયી નિવડું.

નાગમહાશય—શ્રીરામકૃષ્ણ તમને સદાએ આશિર્વાદ આપ્યાજ કરે છે. તમારી ઈચ્છાને કોણ રોકી શકે તેમ છે ? તમારી ઈચ્છા અને શ્રીરામકૃષ્ણની ઈચ્છા એકજ છે. જય શ્રી રામકૃષ્ણ.

સ્વામીજી—તે કામ કરવાને માટે ઘણા સશક્ત શરીરની જરૂર છે. મારૂં શરીર જો તેવું સશક્ત હોત તો કેવું સારૂં થાત. જુઓ, હિંદમાં આવ્યા પછીથી આ શરીર કેવું બગડી ગયેલું છે ? એથી કાર્યની યોજનાઓ પણ મંદ પડી ગયેલી છે. યુરોપ અને અમેરિકામાં રહ્યો ત્યાં સુધી મારૂં શરીર ઘણું સારૂં હતું.

નાગમહાશય—આપણા ગુરૂ કહેતા હતા કે શરીર ધારણ કરવા બદલ દુઃખ અને વ્યાધિના રૂપમાં આપણે કર આપવો પડે છે. પણ તમારૂં શરીર તો સોના ઝવેરાતની પેટી કરતાં પણ વધુ કિમતી છે. તેથી એની તો બહુજ સંભાળપૂર્વક દેખરેખ સૌએ રાખવી જોઈએ. જગતને એ કેટલું ઉપયોગી છે તે કોણ જાણે છે ?

સ્વામીજી—મઠનો દરેક માણસ ઘણીજ પ્રીતિથી મારી સંભાળ લે છે.

નાગમહાશય—જે તમારી સેવા કરે છે તેમને ધન્ય છે. કારણકે તેથી તેઓ પોતાનું કલ્યાણ સાધે છે, એટલું જ નહિ પણ તેઓ સમસ્ત જગતનું પણ કલ્યાણ કરે છે. જાણે કે અજાણ્યે તેઓ અવશ્ય તેમજ કરે છે.

ઉપરના શબ્દો નાગમહાશયના મુખમાંથી ઘણાજ ભાવ સાથે અને