પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૬૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૯૩
સેવાશ્રમની સ્થાપના અને પૂર્વ બંગાળ તથા આસામની મુસાફરી.


વિશ્રાંતિ લેવી; પણ તેમ બનવું એ સ્વામીજીની બાબતમાં અશક્ય હતું. તબીયત સારી નહિ હોવા છતાં પણ સ્વામીજી કલકત્તે આવ્યા પછી તરતજ તેઓ આસામ, ગોઆલપરા, ગૌહટિ, શિલાંગ, ઢાકા વગેરે સ્થળોની મુલાકાત લેવાને નીકળી પડ્યા. ત્યાંથી તે પાછા આવ્યા ત્યારે તેમની તબીયત વધારે બગડેલી હતી એટલે હવે પુરેપુરો આરામ લેવાની તેમને ફરજ પડી. બે એક માસમાં તેમનું શરીર કંઇક સુધરતાંજ પાછા તે કામે લાગ્યા અને ફરીથી માંદા પડયા. હવે તો ડોકટરે તેમને એવીજ સલાહ આપી કે તેમણે પથારીમાંથી ઉઠવુંજ નહિ. તે પ્રમાણે સ્વામીજીએ દોઢેક માસ કર્યું અને તબીયત જરા સુધરી.

એ અરસામાં સ્વામીજીના સાંભળવામાં આવ્યું કે હરદ્વાર તરફ રહેતા સાધુઓ તેમજ યાત્રાર્થે જતા ગરિબ યાત્રાળુઓ મંદવાડમાં આવી પડતાં અન્ન-પાણી, દવા અને સેવાની સગવડને અભાવે મરી જાય છે. દુઃખીની સેવા એ તો સ્વામીજીને મન પ્રભુસેવાજ હતી. એટલે ઉપલી હકીકત જાણ્યા પછી તેમણે તે તરફ પણ એક સેવાશ્રમ સ્થાપવાનો વિચાર નક્કી કર્યો અને તેને પરિણામે હરદ્વારની પાસે આવેલા કનખલમાં એક સેવાશ્રમ સ્થાપવામાં આવ્યો. તે '"રામકૃષ્ણ સેવાશ્રમ" ને નામે ઓળખાય છે. તે આશ્રમમાં નિરાધાર મનુષ્યોને ઔષધ ઉપરાંત ભોજન આપવાની સગવડ રાખવામાં આવેલી છે. અત્યારે સ્વામી ક૯યાણાનંદ એ સેવાશ્રમના અધિષ્ઠાતા હોઇને અનેક સાધુઓની અને નિરાધાર યાત્રાળુઓની સેવા કરી રહ્યા છે. હરદ્વાર તરફ યાત્રાએ જતા પ્રત્યેક યાત્રાળુઓ આ આશ્રમ અને ત્યાં થતી રોગીઓની સેવા અવશ્ય જોવા જેવા છે. સાધુઓ અને યાત્રાળુઓ ઉપરાંત હરદ્વાર, કનખલ તેમજ આસપાસનાં અનેક ગામોનાં ગરીબ માણસો આ સ્થળે સલાહ તેમજ ઔષધ લેવાને માટે આવે છે. દરરોજ સો ઉપરાંત માણસો આવી રીતે આ