પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૬૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૦૯
બેલુર મઠમાં જીવન.


અને એવા જીવનથી દૂરજ રહેવાનું તે સર્વેને કહેતા. પોતાના શિષ્ય શરદચંદ્ર સાથે એ વિષે વાત કરતાં સ્વામીજીએ એકવાર કહ્યું હતું કેઃ—

"ભારતવર્ષની પ્રજાકિય આદર્શ વૈરાગ્ય છે. એ વૈરાગ્યને તમારી દૃષ્ટિ આગળ રાખીને તમારે નિડરપણે લોકસેવાનું કાર્ય બજાવવાનું છે અને ફળની જરાએ આશા રાખવાની નથી. ટીકા થાય તેની પણ દરકાર કરવાની નથી. મહાવીર હનુમાનને તમારા આદર્શ તરિકે લેજો. તમારે એ આદર્શ પ્રમાણે તમારા ચારિત્ર્યને ઘડવું જોઈએ. એક બાજુએ હનુમાન પોતાના બાહુબળથી રાવણના સૈન્યમાં હાહાકાર વર્તાવી મૂકતા હતા અને બીજી બાજુએ તે શ્રીરામના અનન્ય ભક્ત તરિકે પ્રસિદ્ધ હતા. શ્રીરામની સેવા કરવી અને તેમની આજ્ઞાનું પાલન કરવું એ સિવાય બીજું કંઈ તેમને ગમતું નહિ. એમના જેવીજ સેવાબુદ્ધિ અને એકનિષ્ઠાની આજે જરૂર છે. પણ તમે શું કરો છો ? તમને તો અક્કલનું અજીરણ થયેલું છે ! તમે તો બસ જુનીજ વાતો કર્યા કરો છો અને મૃદંગ અને કરતાલ લઈને ભજન ગાઓ છો. તમે પ્રાચીન ભક્તોના અને ગોપીઓના નિર્દોષ ભાવોનું અનુકરણ કરવા જાઓ છો, પણ તમારી અધમ વાસનાઓ અને વૃત્તિઓને તમે ક્યાં ત્યજી દીધી છે ? એથી કરીને આખો દેશ તમોગુણના અંધકારમાં પડીને સડી રહેલ છે. નાનપણથીજ આવા શૃંગારમય ભજનો અને ગાયનો સાંભળી સાંભળીને આખી પ્રજા વધારેને વધારે બાયલી થતી જાય એમાં આશ્ચર્ય શું છે ? આથી વધારે અધોગતિ બીજી કયી કહેવાય ? તમારાં પેલાં વીરત્વવર્ધક ઢોલ અને રણશીંગાં કયાં ગયાં ? હવે તો મહેરબાની કરીને તમારાં બાળકો અને જુવાનોને તેમના ગંભીર અને પ્રોત્સાહક નાદ સાંભળવા દો. આપણે તો ડમરૂ અને રણશીંગાં વગાડવાનાં છે અને બ્રહ્મરૂદ્ર તાલ