પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૭૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૬૮
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


શું કહો છો તે તમે પોતેજ સમજતા નથી. તમે પવિત્રતાનો અર્થ જ સમજતા નથી. તમે પશુઓ છો, પશુઓ !” અહી' સ્વામીજી સઘળા શ્રોતાઓ તરફ પૂર્ણ ગંભીરાઈથી જોઇને તેમની વિરુદ્ધમાં જેને કહેવું હોય તે કહે એમ જણાવવા લાગ્યા. સભામાં ઘણા દાક્તર બેઠેલા હતા, પણ કોઈ જવાબ આપવાને ઉભો થયો નહિ.

ખ્રિસ્તીઓ માને છે કે મનુષ્ય જન્મથીજ પાપી છે. તેની વિરૂદ્ધમાં સ્વામીજી ભર સભા વચ્ચે કહેતા કે “તમારામાં પાપ હોય તો તેને કહાડી નાખો અને તમારા ખરા નિત્ય, શુદ્ધ, બુદ્ધ અને મુક્ત સ્વરૂપને જાણો. જે માણસ તમને કહે છે કે તમે પાપી છો, તે હડહડતો જુઠો છે. આ જગત્ પ્રભુની લીલા છે. એ રમતમાં પ્રભુના સાથી થાઓ એટલે આપોઆપજ તમારાથી બધું સમજાશે.

સ્વામીજી અનેકને અનેકરૂપે ભાસતા. મહાદેવ વિષે કહેવાયલી કથાને આપણે જાણીએ જ છીએ કે તેમને રસ્તામાં જતા જોઇને કેટલાક કહેતા કે એ તો ગાંડો માણસ છે. કેટલાક કહેતા કે તે ભૂત છે અને કેટલાક કહેતા કે એ તો સાક્ષાત ઈશ્વર છે. એજ પ્રમાણે સ્વામીજી પણ અનેક પરસ્પર વિરોધી જણાતા આદર્શનું કેન્દ્રસ્થાન હતા. સ્વામીજી હિંદના દરેક પંથની અને વર્ગની દંતકથાઓ ઘણાજ ભાવથી કહેતા. તે કહેતા કે “એ વાતને કહેવી મને બહુ ગમે છે, કેમકે તેઓ ભારતવર્ષનું જીવન છે. મેં તે વાતો ન્હાનપણથી સાંભળેલી છે અને તે કહેવામાં મને કદીએ કંટાળો આવતો નથી.” એ વાતો કહેતાં કહેતાં સ્વામીજી ઘણાંજ ઉલ્લાસમાં આવી જતા અને એમના સુખ ઉપર અનેક ભાવ પ્રદર્શિત થઈ રહેતા. આ સઘળું જોઈને શ્રોતાને ક્ષણમાં એમ થતું કે સ્વામીજી પંજાબમાં જન્મેલા છે, તો બીજી ક્ષણે એમ થતું કે તે હિમાલય પર્વતમાં જન્મેલા હશે અને ત્રીજી ક્ષણે એમ થતું કે રજપૂતાનામાં જન્મેલા હશે. એ સંબંધમાં નિવેદિતા લખે