પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૭૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૯૦
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


અને શ્રીરામકૃષ્ણ જન્મોત્સવ વખતે ગરિબોને અપાતાં ભોજનો-એ સર્વે પણ એજ વાત બતાવે છે કે એ મહાપુરૂષ ભારતવર્ષનાં ગરિબ મનુષ્યો માટે કેવી લાગણી ધરાવતા હતા? મરાઠા પત્ર લખે છે કે “આવા પુરૂષનું મૃત્યુ આખી પ્રજા ઉપર આવી પડેલી એક મોટી આફતજ કહેવાય. ખરેખર, આધુનિક સમયના પ્રજાકિય કાર્યકર્તાઓમાં તેમને શ્રેષ્ઠ પદ આપવું ઘટે છે.”

ઈંગ્લાંડ અને અમેરિકામાં ઘણા ધનાઢ્ય અને સત્તાવાન પુરૂષો તેમના મિત્રો હતા અને તેમની મરજી હોત તો એ મિત્રાએ તેમને ત્યાં ખુશીથી ધનવૈભવમાં રાખ્યા હોત; પણ પશ્ચિમના વૈભવી જીવન કરતાં હિંદના સંન્યાસીના જીવનને, કલકત્તાની ગંદી ગલીઓને અને ભારતવર્ષના ગરિબોની સેવા કરવાના કાર્યને તે વધારે પસંદ કરતા હતા. બસ ભારતવર્ષ અને ભારતવર્ષની ધૂળ પણ તેમને મન પવિત્ર હતી. તેમનું જીવન પ્રાચીન ઋષિમુનિઓની ધ્યાનાવસ્થા અને શાંતિથી ભરપુર હવા સાથે પશ્ચિમના સાધુઓની માફક લોકસેવામાં સારી પેઠે તત્પર હતું. પૂર્વના ધ્યાનગ્રસ્ત અને રાગદ્વેષરહિત સંતની નિવૃત્તિ અને લોકોને બોધ કરનાર અને તેમના કલ્યાણ માટે મથનાર પશ્ચિમના ખરેખરા ધાર્મિક પુરૂષની પ્રવૃત્તિ-એ બંનેનો સુયોગ સ્વામીજીના જીવનમાં અદ્‌ભુત રીતે સંધાઈ રહ્યો હતો. આ પ્રમાણે સ્વામીજી સાધુ હતા પણ જગતથી વિરક્ત નહતા. તે જગતથી વિરક્ત ન હતા પણ તેનાથી નિર્લેપ હતા. તે સદાએ પોતાના માનવ બંધુઓ માટે કાર્ય કરતા, છતાં તેમનું મન તો પરમાત્મા તરફજ રહ્યા કરતું. સ્વામીજીએ જેવા વેદાન્તના ઉપદેશ કરેલા છે તેવુંજ વેદાંતમય જીવન તેમણે ગાળેલું છે. તેમનું વેદાન્ત માત્ર મુખમાં કે પુસ્તકમાં રહેલું તત્વજ્ઞાન નહોતું; સભામાં માત્ર વાદવિવાદ કરવાની તે વસ્તુ ન હતી; અધર્મને છેદવાનુ તે કાંઈ હથીઆર નહોતું, પણ તે અનુભવેલી,