પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૭૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૯૩
ઉપસંહાર.


પરંતુ તેથી અમને સંતોષ નથી. કોઈપણ પ્રજા આધ્યાત્મિક વિકાસ વગર મહાન થઈ શકતી નથી, તેથી કરીને અમારા નેતાઓ અને વિચારકો તેમને સંતોષ આપી શકે તેવાં ધાર્મિક જ્ઞાનને કેવી રીતે મેળવવું તે શોધી રહેલા છે. આ એક મોટા પ્રશ્ન થઈ પડ્યો છે. અમારા બેરન માયેજીમાએ ટોકીઓમાં જુવાનો આગળ એકવાર કહ્યું હતું કે આપણી પાસે ગમે તેટલું મોટું નૌકાસૈન્ય હોય તેથી શું થયું ? મારી દૃઢ માન્યતા છે કે આપણા પ્રજાકિય કલ્યાણના આધારરૂપ ધર્મની આપણને હવે ખાસ જરૂર છે. આપણી પાસે ધર્મ હશે નહિ તો આપણને ઉંચામાં ઉંચી ફતેહ મળનાર નથી. આપણા સાચા કલ્યાણને માટે તો આપણે ધર્મ ઉપરજ આધાર રાખવો જોઈએ.”

સ્વામીજીએ કહ્યું છે કે:—

“ભારતવાસી ! બીજાઓના આવા અધમ અનુકરણથી, બીજાઓના ઉપર આધાર રાખવાથી, આવી ગુલામ જેવી નિર્બળતા ધરવાથી, આવી નિંદ્ય અને તુચ્છ ક્રૂરતાથી – આવી તૈયારીઓથી શું તું ઉદયને શિખરે પહોંચીશ ?

આ તારી બાયલાને છાજે તેવી અધમ નિર્બળતાથી બહાદુરોનેજ મળી શકે તેવાં સુખ સ્વાતંત્ર્યને શું તુ કોઇ કાળે પણ મેળવી શકીશ ?

ભારતવાસી ! તું ભૂલી જઈશ નહિ કે તારી સ્ત્રીઓના આદર્શ સીતા, સાવિત્રી અને દમયંતી છે.

તું ભૂલી જઈશ નહિ કે જે દેવને તું પૂજે છે તે મહા ત્યાગી ઉમાપતિ શંકર છે.

તું ભૂલી જઇશ નહિ કે તારૂં લગ્ન, દ્રવ્ય અને જીવન