પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.

 કલકત્તાથી લગભગ બે માઈલને છેટે હુગલી નદીના કિનારા ઉપર આવેલો હતો. બધાને મછવામાં બેસીને ઘણે દૂર જવાનું હતું. બાગમાં થોડોક સમય ગાળ્યા પછી બધાએ પાછા ફર્યા. રસ્તામાં મછવાની અંદર એકજણ માંદું થઈ ગયું અને તે મછવાનો કેટલોક ભાગ તેનાથી ગંદો થયો. ખલાસીઓએ તે સાફ કરવાનું તેમને કહ્યું. તેઓ ગૃહસ્થના છોકરા હતા તેથી જેટલા જોઈએ તેટલા પૈસા આપવાનું તેમણે કહ્યું, પણ ખલાસીઓએ માન્યું નહિં. મછવો કિનારે આવ્યો પણ તે સાફ કર્યા વગર ખલાસીઓ તેમને ઉતરવા દેતા નહોતા. બોલા બોલી થઈ અને તકરાર વધી ગઈ. કલકત્તામાં ફોર્ટવિલિયમ નામની અંગ્રેજોની જુની કોઠી છે. તેમાંથી નીકળીને બે અંગ્રેજ સોલ્જરો બહાર આવતા હતા. નરેન્દ્રે તેમને દૂરથી જોયા. ખલાસીઓની સાથે તકરાર ચાલતી હતી એટલામાં હોડી જરા કિનારા તરફ વાંકી વળી ગઈ. નરેન્દ્ર તેમાંથી એકદમ કૂદકો માર્યો અને જીવના જોખમે કિનારે જઈને પડ્યો ! તે ખૂબ દોડ્યો અને પેલા અંગ્રેજ સોલ્જરોની પાસે ગયો. દારૂના નિશામાં તેઓ ચકચુર હતા, પણ નરેન્દ્ર તેમને બોલાવવાની હિંમત ધરી અને સભ્યતાથી ભાંગીતૂટી અંગ્રેજી બોલીમાં બધું કહેવા લાગ્યો. દારૂ પીધેલો હોવાથી અંગ્રેજ યોદ્ધાઓ સ્થિર ચાલી શકતા નહોતા, તેથી નરેન્દ્રે તેમના હાથ ઝાલ્યા અને તેમને મછવા પાસે લઈ ગયો. માછીઓને ધમકાવવામાં આવ્યા. અંગ્રેજ યોદ્ધાઓને જોઈનેજ માછીઓ ડરી ગયા અને બધા છોકરાઓને તેમણે ઉતરવા દીધા !!

એક બીજો બનાવ તેની હિંમત, નિડરતા અને સમયસુચકતા દર્શાવે છે. એક વખત કલકત્તાના બંદરમાં એક મનવાર આવી હતી. નરેન્દ્રના મિત્રોને તે જોવાની ઇચ્છા થઇ, પાસ મેળવ્યા વગર ત્યાં જવાય તેમ નહોતું. બધાએ નરેન્દ્રને પાસ મેળવવાનું સોંપ્યું, પાસને માટે એક અંગ્રેજ ઓફીસરની પાસે જવાનું હતું. ત્યાં જવાની કોઈની