પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૬
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


મહાન વક્તાઓ પણ તેની બોલવાની શક્તિનાં ભારે વખાણ કરતા.

કપડાં પહેરવામાં ટાપટીપ કરવી એ નરેન્દ્રને બિલકુલ પસંદ નહોતું. કોઈ વિદ્યાર્થી આવી ટાપટીપ કરીને આવે તો તે તેનાથી ખમી શકાતું નહિં. કોટ, પાટલુન, નેકટાઈ, કોલર વગેરેને તે ધિક્કારતો અને એવા ઠાઠ કરીને કોઈ આવે તો તેને મોઢેજ તેના ઠાઠને તુચ્છકારી કહાડતો ! આવી કપડાંની ટાપટીપને તે એક પ્રકારનું બાયલાપણું ગણતો !

તેનો બીજો ગુણ આ હતો. અભ્યાસ સારી રીતે કરવાને ખાતર તે પોતાને મોસાળ જઈ એકાંત ઓરડીમાં રહેતો. આ ઓરડીમાં ટેબલ, ખુરશી કે એવો કંઈ સામાન તે રાખતો નહિ. તેને ગાવાનો શોખ હતો તેથી એક ખુણામાં તેનો તંબુરો પડી રહેતો અને બીજા ખુણામાં ચોપડીઓનો ઢગલો જણાતો ! તે સુતો પણ જમીન ઉપર અને વાંચતો પણ જમીન ઉપર. તે ધનાઢ્યનો દિકરો હતો તેથી અનેક ખુરશીઓ અને ટેબલો તે ખરીદી શકત; પણ તેનું જીવન એટલું બધું સાદું હતું કે તેની વૃત્તિ કશાની પણ દરકાર કરતી નહિ !

તેનો ત્રીજો ખાસ ગુણ સહૃદયતા હતી. કોઈ વિદ્યાર્થી ગરિબ હોય, ફી ભરવાને અશક્ત હોય તો નરેન્દ્ર તેની વ્હારે એકદમ ધાતો. ગરિબનો બેલી રામ ! તેમ તેની કોલેજમાં ગરિબનો બેલી નરેન્દ્ર ! ગમે તેમ થાય પણ પેલા ગરિબને તે મદદ કરેજ. ગરિબનો તે પક્ષ ખેંચતો, ગરિબને માટે લઢતો, ગરિબને માટે તે મોટા માણસની પણ ઇતરાજી વહોરી લેતો. એક વિદ્યાર્થીને ફી ભરવાના સોંસા હતા. તેણે માફી થવાને અરજ કરી પણ તેની દાદ કોઈ સાંભળે નહિ. નરેન્દ્રે તેનો પક્ષ લીધો અને કોલેજના સેક્રેટરીને તે મળ્યો પણ તેણે માન્યું નહિ. સેક્રેટરી રસ્તામાં એકલો મળે એવો લાગ