પૃષ્ઠ:Tarkik Bodha.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


लोकोने सुधारवाना दृष्टांत विषे. ३.

એક દેશમાં એક દહાડે એવો વરસાદ વરશો કે, તેના છાંટા જે જે લોકોને ઉડ્યા, તે સગળા દીવાના થઈ ગયા. તેઓ માંહોમાંહી લડવા લાગ્યા, અને માથેથી પાગડીઓ નાખી દીધી. પોતાના શરીરને દુઃખ થાય તેનું પણ તેઓને ભાન રહ્યું નહિ. એ સમે જે લોકો ઘરમાં હતા, તેઓને તે વરસાદના છાંટા ઉડ્યા નહિ, અને તેઓ દીવાના થયા નહિ.

એક હવેલીમાં ૨૫ માણસોની સભા બેઠી હતી. તેમાંના એક બે જણ જરૂખે જઈને શેહેરના ચ‌ઉટા સામી નજર કરીને જુએ છે તો, સઘળા લોકો ઉઘાડે માથે કુદતા અને ચિત્તભ્રમ થયેલા દીઠા. ત્યારે તેણે સઘળા સભાસદોને બોલાવીને લોકોની એવી અવસ્થા દેખાડી.

સભાસદોને દયા આવી, અને વિચાર કર્યો કે, આપણે દેશી ભાઈઓનું જે રીતે આ દુઃખ મટે, અને ભ્રમના ટળે, એવા ઉપાય આપણે ખરા દીલથી કરવા. પછી હવેલીથી હેઠા ઉતરીને, ભમેલા એક માણસને ઘણી શીખામણ, તથા હિંમત દેવા માંડી પણ તેણે કાંઈ વાત માની નહિ; અને ઉલટું એવું કહ્યું કે તમે દીવાના છો.

સભાસદોએ તેને લઈ જઈને એક તળાવમાં ન્હવરાવ્યો. તેથી વરસાદના છાંટાની અસર જતી રહી. એટલે તેને શરીરનું ભાન આવ્યું. પછી તે પણ હુશિયાર થઈને બીજા લોકોની ભ્રમણા મટાડવાના ઉપાય કરવામાં સામેલ થયો, પછી સભાસદોએ એવો ઠરાવ કર્યો કે, આપણી મંડળીના ચાર પાંચ ભાગ થઈને શેહેરના જુદા