પૃષ્ઠ:Tarkik Bodha.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૩
૩. લોકોને સુધારવાનું દૃષ્ટાંત

જુદા ભાગમાં જઈએ. અને જે ઉપાય આપણને જડ્યો છે, તે ઉપાયથી લોકોને સુધારીએ. અને સાંઝ પડતાં આપણે સઘળાએ આ જગ્યામાં એકઠા થવું. એવો ઠરાવ કરીને જુદી જુદી ટુકડીઓ શેહેરમાં જુદે જુદે ઠેકાણે ગઈ, પછી સાંઝ પડતાં તે સ‌ઉ જ્યારે એકઠા થયા, ત્યારે જુએ છે તો કેટલાએક વૃદ્ધ સભાસદો, દશ વીશ માણસોને ડાહ્યા કરીને પોતાની સાથે લાવ્યા. અને કેટલાક તો જુવાન સભાસદો નિરાશ થઈને પાછા આવેલા, વળી તેઓનાં માથાં ફુટેલાં. અને લુગડાં ફાડી નાંખેલાં હતાં. તેઓને વૃદ્ધ સભાસદોએ પુછ્યું કે, તમને આ રીતે કેમ થયું ? તેઓએ જવાબ દીધો કે અમે તો જ્યાં જ્યા ગયા, ત્યાં કોઈ લોકોએ અમારૂં કહ્યું માન્યું નહિ.

અમે કહ્યું કે—તમે સમજતા નથી.

લોકો—તમે સમજતા નથી.

અમે—તમને ભ્રમના થઈ છે.

લોકો—તમને ભ્રમના થઈ છે.

અમે—તમે ઠીક ચાલતા નથી.

લોકો—તમે ઠીક ચાલતા નથી.

પછી છેલ્લી વારે તે લોકો અમારી સાથે દ્વેષ રાખીને લડવા લાગ્યા. અને અમારા સામા પથરા ફેંક્યા, તેથી અમને વાગ્યું. એ લડાઈમાં અમારાં લુગડાં ફાટ્યાં; અને અમે તો કાયર થઈ ગયા. મરો; હવે આપણે તે લોકોનું શું કામ છે ? આપણે જુદો વાસ વસાવીને સુખેથી રહીશું. અને તેઓ સાથે અમારે પકું વેર બંધાયું. માટે હવે એમાંનો કોઈ અમારામાં ભળે એવું જણાતું નથી. પણ