પૃષ્ઠ:Tarkik Bodha.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૪
તાર્કિક બોધ

તમે આટલા લોકોને શી રીતે સમજાવ્યા ? તે અમને કહો.

વૃદ્ધ સભાસદો—અમે લોકોને સમજાવવા ગયા, ત્યારે તેઓએ કહ્યું કે તમે તમારે માથેથી પાઘડી કાઢી નાખો, તો અમારી મંડળીમાં તમને ગણીશું, નહિ તો ગણીશું નહિ. પછી અમે પાગડીઓ કાઢી નાંખી. વળી તેઓએ કહ્યું કે ખાસડાં કાઢી નાંખો, કેમેકે જુઓ અમારી મંડળીવાળા કોઈ ખાસડાં પહેરતા નથી. માટે તમે પહેરશો તો, અમારી મંડળીમાંથી તમને કાઢી મુકીશું. ત્યારે અમે ખાસડાં પણ કાઢી નાંખ્યાં. વળી કહેતા હતા કે, તમે અંગરખાં કાઢી નાખો; અથવા માફ માગો તો પહેરવા દેઈશું, ત્યારે અમે તેઓને સમજાવતા હતા કે , તમારામાંના કોઈ કોઈ અંગરખાં પએરે છે, માટે અમે પહેર્યાં છે. વળી અમે માફ પણ માગતા હતા ત્યારે તેઓ અમારી વાત સાંભળવા લાગ્યા. તો પણ તેઓને, તમે દીવાના છો, કે તમે નથી સમજતા, એવું અમે કહેતા નહોતા. ઉઘાડે માથે ફરવું, અને ઉઘાડે પગે ચાલવું, તે અમને શરમ જેવું લાગતું હતું ખરૂં. પણ અમે ધાર્યું કે આમ કર્યા વિના આપણે અતડા પડીશું, તો સ્વદેશીઓનું દુઃખ મટાડી શકશું નહિ. અને આપણી વાત તેઓ માનશે નહિ. એ લોકોમાંથી સૈંકડે એક માણસ અમારી વાત સાંભળતો હતો. અને તે સાંભળનારથી સૈંકડે એકે અમારી વાત માની. તો પણ અમને હિંમત છે કે, આ રીતે થોડા થોડા લોકોની ભ્રમના મટાડીશું તો કોઈ વાર આખા શહેરના લોકોની ભ્રમના મટશે ખરી. તે કરતાં તે લોકો થોડા રહેશે, અને આપણી મંડળીમાં ઝાઝા લોકો મળશે, આપણે આપણી મરજી પ્રમાણે