પૃષ્ઠ:Tarkik Bodha.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૫
લોકોને સુધારવાનું દૃષ્ટાંત

પાઘડી બાંધવા ચહાશું તો બાંધી શકશું. કદાપિ આપણી ઉંમરમાં આખું શહેર સુધરેલું આપણે નહિ દેખીએ, તો પણ હિંમત છોડશું નહિ; એવો અમે ઠરાવ કર્યો છે. માટે અમે ધારિયે છૈએ કે પરમેશ્વરની સહાયતાથી અમારો ઉદ્યોગ સુફળ થશે.

પછી તેઓનો ઉદ્યોગ સુફળ થયો. માટે એવી રીતે હલતા મળતા રહીને લોકોને સુધારવા જોઈએ. ક્રૂરચંદ બોલ્યો, કે વારૂ ભઈ, આપણે એ જ રીતે લોકોને સુધારીશું પણ એક સંશય મારા મનમાં છે, તે તમે મટાડો.

સુરચંદ—સો સંશય છે ?

ક્રૂરચંદ—આ પૃથ્વી ઉપર કવિયોએ અનેક પુસ્તકો રચેલાં છે. તેમાં કેટલાએકનાં મત એકબીજાથી વિરૂદ્ધછે. માટે હું કિયા પુસ્તકોનો ભરૂસો રાખું ?

સુરચંદ—ભાઈ ઈશ્વરી ચોપડીનો ભરૂંસો રાખો. તે વિષે વિદ્યાધર અને વિચારધરનો સંવાદ કહું તે સાંભળ.