પૃષ્ઠ:Tarkik Bodha.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વિદ્યાધર—ત્યારે એ પુસ્તક મેહેરબાની કરીને મને વંચાવો.

વિચારધર—જુઓ, જેમ આપણા બાવન અક્ષરોમાં ઓંકાર મુખ્ય ગણાય છે; તેમ પરમેશ્વરના પુસ્તકમાં આ સૂર્ય છે તે મુખ્ય અક્ષર ગણાય છે. એ અક્ષર પરમેશ્વનો લખેલો છે. અને એનાથી જગતમાં પ્રકાશ થાય છે. એ જ પરમેશ્વનો મહિમા આપણે જોઈને સમજવાનો છે. એની જ રોજ રોજની ગતિ બાબતના વરણનનું જ્યોતિષ શાસ્ત્ર છે, તે એ અક્ષરની ટીકા છે, તે માણસોએ બનાવેલી છે. માટે તેઓનો ભરૂંસો ન હોય તો, સઉનાં મત વાંચીને પછી તમારી બુદ્ધિ પ્રમાણે તમે પણ ટીકા બનાવો. પછી આ સગળા તારા આકાશમાં દેખાય છે, તે પરમેશ્વના લખેલા અક્ષરો છે એમ જાણો. તે આકાશનાં બે[૧] પૃષ્ટ આપણે દેખીએ છૈએ. તેમ જ પૃથ્વીનાં પણ બે પૃષ્ટ છે. એમ થઈને ચાર પૃષ્ટનું એ પુસ્તક છે.

માણસ, પશુ, પક્ષી, અને વનસ્પતિ વગેરે તમામ જે દેખાય છે, તે હરેક વસ્તુ વિષે તમે ધારો કે, એ પરમેશ્વના લખેલા અક્ષરો છે. વૈદકશાસ્ત્ર માણસોએ લખેલું છે, તે વનસ્પતિની ટીકા છે. શરીરવિદ્યા, તે શરીરની ટીકા છે. એ જ રીતે માણસોએ લખેલાં સગળાં પુસ્તકો છે, તે પરમેશ્વરના પુસ્તકની ટીકાઓ છે. તે ટીકાઓમાં જુદાં જુદાં મત હોય તેની કાંઈ ફિકર નહિ. પણ પરમેશ્વરના પુસ્તકનો સિદ્ધાંત એક જ છે. અને પરમેશ્વરના બાંધેલા કાયદા એ જ પરમેશ્વરનો બાંધેલો ધર્મ છે; તે એવો કે, પગે ચાલવું, મોઢે ખાવું, આંખે જોવું, અને કાને સાંભળવું, ઇત્યાદિ. હવે જેને આપણે ફાયદો કરીશું, તે આપણને ફાયદો કરશે. એવું છે, માટે માણસજાતિ સાથે આપણે સંપ કરીશું, તો તે આપણી સાથે સંપ રાખશે. અને માણસોએ


  1. એક આપણા માથા ઉપરનો આકાશ, અને બીજો પૃથ્વી નીચે.