પૃષ્ઠ:Tarkik Bodha.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૬
તાર્કિક બોધ


પછી શાસ્ત્રીઓ શબ્દ સાધવાની ચરચા કરવા લાગયા. તેઓમાં જેને શબ્દ સાધવાનાં ઘણાં સુત્ર યાદ હોય, તે વખાણતો હતો. અને તેઓ ચરચા કરતા કરતા છેલી વારે ઘુસે થઈને એકબીજા સાંમી આંખો તાણીને લડતા હતા. સંસ્કૃતમાં બોલતાં થાક્યા, એટલે પ્રાકૃત બોલીને ગાળાગાળી કરવા લાગ્યા. એક કહેતો હતો કે, મહારંડના તું કાંઈ ભણ્યો નથી. અને બીજો કહેતો હતો કે, તું કાંઈ ભણ્યો નથી. નૈયાયકી પણ એ જ રીતે "त्यावच्छिंनं यावच्छिंन" એવાં એ વાક્ય ફરી ફરીને બોલીને ઘાંટા કાઢીને લડતા હતા. જેનો ઘાંટો ધીમો પડે તે હાર્યો કહેવાતો હતો.

પછી યજમાને હાથ જોડી, પગે લાગીને લડાઈ પતાવી. બ્રાહ્મણોએ કહ્યું કે એ તો અમારી સભાની એવી જ રીત છે, માટે તમારે ગભરાવું નહિ. પછી પુરાણીઓ સામસામા શ્લોક બોલવા લાગ્યા; કે કિયો ગ્રહ કેંદ્રિયો હોય ત્યારે સારૂં ફળ આપે અને કિયો ગ્રહ ખોટું ફળ આપે ?

પછી વૈદો પ્રશ્નોત્તર કરવા લાગ્યા કે, વૈદે કેવું શુકન જોઈને જવું ? કિયા વારને દિવસે રોગીને ઔષડ આપવું ? અને કિયા વારે આપવું નહિ ? એવી ચરચા ત્રણ કલાક સુધી ચાલી. પછી શેઠને તેના ઘરને બ્રાહ્મણે કહ્યું કે; શેઠજી, હવે દક્ષિણા વહેંચો; મેં યાદી લખી રાખી છે. જો ઉત્તમ દક્ષિણા આપવી હોય, તો વેદિયા દરએકને ત્રણ રૂપૈયા, શાસ્ત્રી દરએકને રૂ. ૨૨, પુરાણી, જોશી અને વૈદને એકેક રૂપૈયા પ્રમાણે આપો.

અને મધ્યમ દક્ષિણા આપવી હોય તો, ઉપલા અનુક્રમે રૂ. ૨, રૂ. ૧, રૂ. ૦-૮-૦ આપો. અને કનિષ્ટ આપવી હોય તો, રૂ. ૧, રૂ. ૦-૮-૦, રૂ. ૦-૪-૦ પ્રમાણે આપો. શેઠે પોતાના દીકરાને કહ્યું કે, આ કામ સારૂં છે એમ તને લાગતું હોય, તો તારે હાથે