પૃષ્ઠ:Tarkik Bodha.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


लाल अने कीकाना स्वप्ना विषे. ७.

લાલો અને કીકો એવા નામના બે નિશાળિયા, એક સમે પોતાના સગામાં લગ્ન હતાં તેથી આખી રાતનો ઉજાગરો કરીને બીજે દિવસે નિશાળે ગયા. ત્યાં ભણતાં ભણતાં ઉંઘનાં અતિશે ઝોકાં આવવા લાગ્યાં. ત્યારે મેહેતાજી પાસે સીક બાબતની રજા લઈને નિશાળના મેડા ઉપર જઈને પોતાનો પાઠ વિચારવા લાગ્યા. ત્યાં પણ ઉંઘ આવવાથી સુઈ ગયા. અને તેઓને ઘણી ઉંઘ આવી.

પછી લાલાને એવું સ્વપ્ન આવ્યું કે, તે દીલ્લીમાં કોઈને ઘેર જ્ન્મ્યો. અને દિવસે દિવસે મોટો થયો. પછી તેને નિશાળે ભણવા બેસાર્યો. તે પાંચ સાત વર્ષ સુધી ભણ્યો. પછી તેનાં મા-બાપે પરણાવ્યો. અને તેની વહુને સીમંત આવ્યું. પછી મા-બાપ સાથે અણબનાવ થયાથી જુદો રહ્યો. અને રળવા ખપવા શીખ્યો. પણ તેને સારો ધંધો ન આવડ્યાથી ચોરી કરવાનો ફાંશીખોરાનો, અને જુગાર રમવાનો ધંધો હાથ લાગ્યો.

પેલા કીકાને પણ એવું સ્વપ્ન લાગ્યું કે, જાણે તે પણ કોઈ શહેરમાં જન્મ્યો. અને એ જ રીતે મોટો થયો, તથા કુટંબવાળો થયો. પણ તે સ્વપ્નમાં સારો ધંધે કરતો હતો; અને પરમેશ્વરની પ્રાર્થના કરતો હતો. પોતે નીતિથી ચાલવા ચહાતો હતો. અને બીજા લોકોને નીતિનો બોધ કરતો હતો.

પછી તે બંને જણ ઉંઘમાં બકવા લાગ્યા. એવામાં એક નિશાળિયો તે મેડા ઉપર જઈ ચડ્યો. અને પેલઓને બકતા સાંભળીને તે તમાસો જોવા સારૂ તેણે મેહેતાજીને, તથા બીજા નિશાળિયાને