પૃષ્ઠ:Tarkik Bodha.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૪
તાર્કિક બોધ

મેડા ઉપર બોલાવ્યા. તેથી ઘણા નિશાળિયા, અને મેહેતાજી ત્યાં જોવા આવ્યા. લાલો એવું બકતો હતો કે, જુઠું બોલ્યા વિના પૈસા મળતા નથી; અને જગતમાં સઉ લોકો જુઠું બોલે છે. જુઠું બોલ્યા વિના કોઈને ચાલતું નથી. આપણે ચાર જણ મળીને ચોરી કરી લાવ્યા છૈએ, માટે ચારે ભાગ સરખા પાડવા જોઈએ. તમે મારી સાથે આવો તો, મેહેતાજીના ઘરમાં રૂપૈયા ઘરાણાં મૂકે છે તેની મને ખબર છે. માટે ત્યાંથી બે હજાર રૂપૈયાનો માલ આપણે ચોરી લાવીએ. ફલાણા સાહુકારનો દીકરો ઝાંઝાં ઘરાણાં પહેરીને નિશાળમાં આવે છે, તેને ભોળવીને ગામ બહાર લઈ જઈ મારી નાખીએ. તો એક હજાર રૂપૈયાનું ઘરાણું આપણને મળે.

એવા અનીતિના ઘણા બોલ બકતો હતો. તથા માબાપ ઉપર રીસ ચડાવીને ભીંત સાથે પોતાનું માથું જોરથી કુટતો હતો. તેથી તેના કપાળમાં લોહી નીકળ્યું.

કીકો નીતિના બોલ બકતો હતો તે એવા કે, મેહેતાજીની, અને માબાપની શીખામણ માનીએ તો, પરમેશ્વર આપણા ઉપર રાજી થાય. અને આગળ જતાં આપણને સુખ મળે. ગમે તે થાય પણ જુઠું તો બોલવું જ નહિ. એવો બંને જણાનો બકવા સાંભળીને છોકરા, તથા મહેતાજી, એવું અનુમાન કરતા હતા કે, પોતાના મનમાં જેવા વિચાર હોય, તેવા જ બોલ સ્વપ્નમાં બકી જવાય છે. માટે લાલાના અસલથી ખરાબ વિચાર હશે. અને કીકાના અસલથી સારા વિચાર હશે.

વળી સ્વપ્નામાં લાલાનો દીકરો મરી ગયો. ત્યારે તે ઘણું રોવા લાગ્યો. અને કીકાનો પણ છોકરો મરી ગયો. ત્યારે તે ધીરજથી