પૃષ્ઠ:Tarkik Bodha.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૫
લાલા અને કીકાના સ્વપ્ના વિશે

પોતાના કુટુંબને સમજાવવા લાગ્યો. એ નિશાળના મેડાની બારી સામી કોઈ ગૃહસ્થના મેડાની બારી હતી; ત્યાં એક બાઈ બાજરી દળતી હતી, તેણે ઘંટીના આશરે સો આંટા ફેરવ્યા. એટલી વાર સુદી તે બંનેનું સ્વપ્ન ચાલ્યું. પણ તેઓને સ્વપ્નામાં આશરે સો વર્ષ જણાયાં. પછી તેઓ જાગ્યા; અને લાલાને કપાળ ફુટ્યાથી લોહી નીકળ્યું હતું. ત્યાં પાટો બાંધ્યો. અને પંદર દિવસ સુધી તેની પીડા રહી. ત્યારે મેહેતાજીએ તથા નિશાળિયાઓએ તેઓને કહ્યું કે તમે બંને બકતા હતા, તેથી તમારે સ્વપ્નામાં જે જે હકીકત બની, તે બધી અમે જાણીએ છૈએ. પછી એ બંને જણાએ પૂછ્યું કે હમે કેટલીવાર સુધી સ્વપ્નામાં રહ્યા હઈશું ? ત્યારે બીજાએ જવાબ દીધો કે, આ ઘંટીના આશરે સો આંટા થયા હશે, એટલી વાર તમે સ્વપ્નામાં રહ્યા. તે સાંભળીને લાલો શરમાઈ જઈને પસતાવો કરવા લાગ્યો; કે મને માલુમ હોત કે, આતો સ્વપ્નું છે; અને થોડી વાર રહેવાનું છે. તથા તે જુઠું છે, તો હું માથું કુટત નહિ; અને રોવા લાગત નહિ. પછી મહેતાજીએ તેના ઉપર ઘણો કોપ કર્યો; અને નિશાળિઆઓએ આખી ઉમર સુધી લાલાનો વિશ્વાસ કર્યો નહિ. અને જ્યાં જાય ત્યાં લોકો તેનો તિરસ્કાર કરતા હતા. અને કીકા ઉપર મહેતાજીની તથા નિશાળિયાઓની ઘણી પ્રીતિ થઈ. તથા પક્કો વિશ્વાસ બેઠો.

આ વાતનો સાર એ છે કે, આ સંસાર લાલાના, અને કીકાના સ્વપ્ના જેવો છે. અને પૃથ્વી, સૂર્યને આશરે સો આંટા ફરે, એટલામાં તો આપણાં સો વર્ષ થાય છે. પણ ઈશ્વરના હિસાબમાં ઘંટીના સો આંટા કરતાં પણ અલ્પકાળ છે. માટે ઝાઝી વાર સુધી આ સંસારનું