પૃષ્ઠ:Tarkik Bodha.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૯
વંશપાળ અને યમરાજ વિષે.


મને તો પરમેશ્વરે હુકમ આપેલો છે, તે પ્રમાણે હું કરૂં છું. અને પરમેશ્વરની મરજી થઈ, ત્યારે તમારા છોકરાને મારા દૂતો લઈ આવ્યા છે.

વંશપાળ—અરે મહારાજ, મારો એક છોકરો જ તમારા દૂતોએ લીધો હોત, તો હું આટલો દીલગીર થાત નહિ, પણ મારી નજરે મારા ધરમાંથી મારા ઘણાં માણસોને લઈ ગયા એ તો મારે માથે મોટો જુલૂમ કર્યો છે.

યમરાજ—કોઈના ઉપર જુલૂમ કરવાની મારી મરજી નથી. માટે તારાં માણસો ગયાથી તારે શી શી હરકત થઈ તે તુંકહી સંભળાવ.

વંશપાળ—મારો છોકરો ગયાથી મારો વંશ જાય છે, એક તો એ હરકત છે.

યમરાજ—તું વાણિઓ છે, માટે એક તારો છોકરો જવાથી વાણિઆનો વંશ જવાનો નથી. અને સઉનો વંશ રાખવાની તારા કરતાં પરમેશ્વરને ઘણી ફીકર છે. ઝાડ, પશુ , પક્ષી, વગેરે કોઈ પ્રાણીનો વંશ પરમેશ્વર જવા દેતો નથી. તો માણસનો વંશ કેમ જવા દેશે; આ પૃથ્વી, સૂર્ય, ચંદ્ર, વગેરે સગળાં માણસોને વાસ્તે જ પરમેશ્વરે કર્યા છે; માટે માણસનો વંશ જાય તો, તે બધાંય નકામાં થઈ પડે. તેની તારા કરતાં પરમેશ્વરને વધારે ફિકર નહિ હોય કે શું?

વંશપાળ—એતો ખરૂં, પણ મારા દીકરા વિના મારો પંડનો તો વંશ જાય કે નહિ ? અને પછી મારૂં ઘરબાર કોણ ભોગવશે?

યમરાજ—સઉના પંડનો વંશ રાખવાનો પરમેશ્વરે ઠરાવ કર્યો નથી. અને જો એમ કર્યું હોત, તો એક ભુંડણને ૧૦૦થી વધારે