પૃષ્ઠ:Tarkik Bodha.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૦
તાર્કિક બોધ

બચ્ચાં તેની ઉમરમાં થાય છે; અને એક બાયડીને આશરે ૧૬ સુધી છોકરાં થાય છે, તે બધાંયના પંડનો વંશ રાખે, તો પૃથ્વી ઉપર ક્યાં માઈં શકે ?

વંશપાળ—બીજાને તો ગમે તેમ હોય, પણ મારાં માણસો મને બહુ યાદ આવે છે.

યમરાજ—બાઈ, તારા ઉપર અમારા દૂતોએ જે જુલૂમ કર્યો હોય. તે તું કહી સંભળાવ.

ભોળી—અરે મહારાજ, મારા ઉપર તો જુલૂમની કાંઈ બાકી જ રાખી નથી. મારા પરણ્યા પહેલાં જ મારી સાસુને અને મારા સસરાને તમારા દૂતો લઈ ગયા છે. સાસુ સસરાનો મને કાંઈ લાવો લેવા દીધો નથી.

યમરાજ—એ તો સામું સારૂં કર્યું. કેમકે તે ઘરડાં , અને માંદાં હોત, તેઓની ચાકરી કરવી પડત. તેઓની ગાળો સાંખવી પડત. ઘેર ઘેર સાસુ વહુને લડાઈઓ થાય છે, તે તું જોતી નથી ?

ભોળી—એ તો ફુવડ વહુ હોય, તે સાસુના સામું બોલે. મારે સાસુ અને સસરો હોત. તો રોજ તેઓના પગ ધોઈને પીત. અને મારી અઘરણી પહેલાં મારી નણંદને, મારા નણદોઈને, દીયરને તથા દેરાણીને પણ તમારા દૂતો લઈ ગયા. સંસારમાં મારે એક ઓરિયો વીત્યો નથી. પછી દીકરીને જ્માઈને પણ લઈ ગયા. તેઓને સારૂ મેં ઘણી પછાડો ખાધી. માથું કુટ્યું પણ તમારા દૂતોને કાંઈ દયા આવી નહિ. મહારાજ સાચું કહું તો તમને દુખ લાગે. તો પણ મારી છાતી બળી જાય છે. તેથી કહું છું કે, આખા જગતમાં