પૃષ્ઠ:Tarkik Bodha.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૧
વંશપાળ અને યમરાજ વિષે.

તમારી અપકીર્તિ ઘણી ફેલાઈ છે અને સઉ કહે છે કે, "જમને દયા હોય નહિ" તમને તો નિર્દય અને હત્યારા જેવા સઉ જાણે છે.

યમરાજ—દેરાણી જેઠાણી સાથે મઝિયારો વહેંચતાં કેવી લડાઈયો થાત ? તે તને માલૂમ છે?

ભોળી—હું તો એવી નહિ. હું તો મઝિયારો વહેંચવાનું નામ જ લેત નહિ. અને એ બધાં માણસોથી મારૂં ઘર ભર્યું દેખાત, તેથી હું ભાગ્યશાળી અને પનોતી કહેવાત. બળી દોલત શું કરવી ? માણસો હીમખીમ રહે તો સારૂં.

એ રીતે ઘણું ઘણું કહીને યમરાજે એ બંને જણાંને સમજણ આપી; પણ તેઓએ કાંઈ વાત માની નહિ, એને કહ્યું કે, અમારા ઘરનાં માણસો અમારી નજરેથી ગયા છે. તેઓમાંથી એકને અમારી ઉમર સુધી અમે ભૂલનાર નથી. અને તેં જ એ બધા અમારાં માણસોને લીધાં છે. માટે અમે રોજ તને રોજ ગાળો દેઈશું. અને અમારા ગરીબના નીસાસા તને લાગશે. અને જો ગરીબના નીસાસા લેનારનું પરમેશ્વર ભુંડું કરતો હશે, તો તારૂં પણ ભુંડું કરશે.

યમરાજ—અરે બાપા, તમે મને શાપ દેશો નહિ, હું ગરીબના શાપથી બઉં બીયું છું. માટે તમારાં જેટલાં માનસો મારા દૂતોએ લીધાં હોય તે બધાંના નામ લખાવો.

પછી વંશપાળે અને તેની સ્ત્રીએ પોતાની ઉમરમાં દીઠેલાં પોતાના ઘરનાં નહાનાં, અને મોટાં, તમામ માણસોનાં નામ લખાવ્યાં. તે ૪૦ થયાં. યમરાજના કારકુન ચિત્ર, અને વિચિત્ર, એ બંની તે યાદી યમરાજને વાંચી સંભળાવી અને કહ્યું કે આપણા દફતરમાં પણ એ