પૃષ્ઠ:Tarkik Bodha.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૨
તાર્કિક બોધ

માણસો જમે નોંધાયેલાં છે.

યમરાજ—તમે બેસજો, હું હમણાં આવું છું, એમ કહીને વૈકુંઠમાં પરમેશ્વર પાસે જઈને બોલ્યા કે અરે મહારાજ, બળી આ નોકરી; હવે મારે કરવી નથી. મૃત્યુલોક્માં મારી ઘણી અપકીર્તિ થઈ. અને લોકો કહે છે કે "જમને દયા હોય નહિ" નિર્દય અને હત્યારો મને કહે છે.

પરમેશ્વર—તમને કોણે કહ્યું ?

યમરાજ—એક વાણિયો અને વાણિયાણ. વરૂણદેવની સાથે મારી કચેરીમાં આવ્યાં છે. તેઓએ કહ્યું. અને તેઓ બંને જણાં પોતાનાં માણસો વાસ્તે એટલો તો કલ્પાંત કરે છે કે, તે મારાથી જોઈ શકાતો નથી. તેથી હું જાણું છું કે, બધા લોકો એવા જ દીલગીર થતા હશે. માટે ગરીબ માણસોના નીસાસા લેવાની; જપતી કારકુનની પેઠે લોકોની મીલકત જપત કરવા જેવી નોકરી મારે કરવી નથી.

પરમેશ્વર—તમારે નોકરી છોડવી હશે તો, આજથી એક મહિના પછી એ ખાતું કાઢી નાખીને, તમને પેનશીન આપીશું. પણ હાલ મહિના સુધી એ કામ તમારે બરાબર કાયદા પ્રમાણે ચલાવવું. અને જાઓ. એ વાણિયાનાં તમામ માણસો જેવાં લાવ્યા હો, તેવાં તેને ઘરે પાછાં પહોંચાડો. અને હવે પછી તેના ઘરનું એકે માણ્સ લેશો નહિ.(પછી યમરાજ પોતાની કચેરીમાં પાછા આવ્યા)

યમરાજે મહો ચડાવી દૂતોને કહ્યું કે, આ વાણિયાને ઘેરથી આજ સુધીમાં તેનાં માણસોને જેવાં લઈ આવ્યા હો, તેવાં ને તેવાં પાછાં એના ઘર આગળ પહોંચાડજો. અને આજ પછી એના ઘરનું એકે