પૃષ્ઠ:Tarkik Bodha.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૩
વંશપાળ અને યમરાજ વિષે.

માણસ લાવશો તો તમને બરતરફ કરીશ.

એવું સાંભળી વંશપાળ અને તેની સ્ત્રી બહુ ખુશી થયાં. પછી વરૂણદેવે તે બંને જણાંને તેઓને ઘેર પહોંચાડ્યાં. તેઓ પોતાના ઘરમાં નિરાંતે સુતાં. પછી સવારના પહોરમાં ઉઠીને જુએ છે, તો ઘરના આગળ મોટા મેદાનમાં ૪૦ માણ્સો જીવતાં પડેલાં. તેમાં દશબાર છોકરાં, દશબાર ઘરડાં, અને બીજાં જુવાન ખરાં, પણ તે તમામ માંદા હતાં. અને બારણા આગળ, કકળાટ થઈ રહ્યો હતો.

વંશપાળનો બાપ—(માંદો માંદો , પડ્યો પડ્યો, ગળામાંથી પરાણે પરાણે બોલે છે.) અરે વંશપાળ રાંડના તું ક્યાં ગયો. મેં નાનપણમાં તને ઉછેરીને મોટો કર્યો; અને હવે તું મારી ચાકરી કરતો નથી. અરે, મને ખાટલો તો પાથરી આપ. હું ભોંઈ પર પડ્યો પડ્યો પાસાં ઘસું છું. ફટ દીકરા તને કાંઈ દયા આવતી નથી ?

વંશપાળની મા—અરે ભોળી બહુ, તું ક્યાં ગઈ. મને ઉની ઉની રાબડી કરીને પા. અરે વહુ, તું જવાબ દેતી નથી, તે તારા બાપને ઘેર મોંકાણ માંડવા, તારે પિયર ગઈ છે કે શું?

વંશપાળ—(પોતાની વહુને પૂછે છે) આ છોકરાંને વાસ્તે ઘોડિયાં કેટલાં ઘડાવવાં પડશે ?

વહુ—સાત આઠ ઘોડિયાં તો જરૂર જોઈશે.

વંશપાળ—આ બધાં માંદા છે; માટે તેઓના ખાટલા કિયે ઠેકાણે ઢાળીશું ?

વહુ—એજ મોટું ઘર ભાડે લેવું પડશે. અને ખાટલા પણ ઘડાવવા પડશે; કેમકે આટલા ખાટલા આપણા ઘરમાં નથી.

વંશપાળ—રસોઈ કરવા સારૂં મોટાં મોટાં વાશણ પણ આજને