પૃષ્ઠ:Tarkik Bodha.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૬
તાર્કિક બોધ


ભોળી—હું તો કાયર કાયર થઈ ગઈ. સવરનું કાંઈ રાંધ્યું નથી. હું તે રાંધું, કે આ બધાને પાણી પાઉં ? પાણી પણ ગોળામાં નથી.

વંશપાળ—અરે, આપણે તો સાજાં સારાં છૈએ; તે બે દહાડા સુધી ખાઈએ નહિ તો ચાલે; પણ આ માંદાને હજી સુધી રાંધી ખવરાવ્યું નહિ, એ તેં શું કર્યું ?

ભોળી—અરે આ સાસુ તો મારા પેલા ભવની સોક્ય પેઠે નડે છે. અને લોકોની આગળ મારાં વગોણાં કરે છે, કે મને રાંધી ખવરાવતી નથી, રાંધી ખવરાવતી નથી એમ કહે છે.

વંશપાળ—મારી માને ગાળ દઈશ તો, રાંડ હું તારાં હાડકાં ભાંગી નાખીશ.

ભોળી—મારી નાખો ત્યારે; એક વાર મારે તો મરવું છે. એમાં શું ? આ દેરાણીનું લગાર માથું દુઃખે છે, તેમાં ઘરનું કામ કરવું પડે તે સારૂ માંદી થઈને પડી છે.

વંશપાળ—આ છોકરાંને તો ખવરાવ.

ભોળી—મુંઆ છોકરાં; આથી તો વાંઝિયાં હઈએ તે સારૂં.

વંશપાળ—તું કહેતી હતી નેં, જે હું તો સાસુ સસરાના રોજ પગ ધોઈને પીશ.

ભોળી—તે સાસુ સસરો આવાં હશે ? ઘેર ઘેર જઈને જુઓ નેં.

વંશપાળ—એ તો એવાં ને એવાં જ હોય, પણ પારકાં માણસો પોતાને વેઠવાં પડે નહિ, એટલે સારાં લાગે.

ભોળી—હવે આ જમાઈ તો " મરશે નહિ, અને માંચો મુકશેય નહિ" મુઆ, એના બાપના ઘેર પહોંચાડી દ્યો; એટલે તે જખ મારીને ચાકરી કરશે.