પૃષ્ઠ:Tarkik Bodha.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૯
વંશપાળ અને યમરાજ વિષે.


વંશપાળ—ત્યારે મહારાજ તમે લઈ જાઓ.

વરૂણદેવ—હું મારા બધા પરિવારને (જળને) પાળવા સમર્થ નથી, માટે કેટલાકને સૂર્ય ખાઈ જાય છે. કેટલાકને અગ્નિ ખાઈ જાય છે. તેથી હું તેઓનો મોટો ઉપકાર માનું છું. નહિ તો મારો બધો પરિવાર જીતતો રહેતો હોત, તો સમુદ્રમાં ક્યાં માઈ શક્ત ? માટે મારા પરિવારને વાસ્તે પૂરી જગા નથી, તો તારાને લાવીને હું ક્યાં મુકું ?

ભોળી—ત્યારે તમે લઈ જઈને યમરાજને ત્યાં પહોચાડો.

વરૂણદેવ—તું સારી દેખાય છે ? એવું મજૂરીનું કામ કરવાનું મને બતાવે છ ? મેં શો ગુનો કર્યો છે ?

વંશપાળ—અમને બંને જણાને યમરાજ પાસે લઈ જાઓ. એટલે અમે તેની આગળ કરગરીને કહેશું તેથી દયા આવશે, તો તે લઈ જશે.

વરૂણદેવ—ભાઈ તારી સાથે મારી ફજેતી થશે, અને કહેશે કે શું સમજીને માણસો પાછાં અપાવ્યાં, અને શું સમજીને હવે આવું બોલે છે ? કહેશે કે વરૂણદેવમાં પણ અક્કલ નહિ હોય કે શું ? ચાલ ભાઈ ચાલ. ભોગ લાગ્યા કે તારી સોબત કરી. આજ પછી તારા જેવો કોઈ મૂર્ખ આવીને ગમે તેવો ઢોંગ કરે, તો પણ હું લગારે દયા લાવીને જવાબ દેનાર જ નહિ.

વંશપાળ :(યમરાજની સભામાં પોકાર કરે છે) અરે ગરીબ નિવાજ, હું તો હેરાન હેરાન થયો. મારા ઉપર તમે દયા કરો.