પૃષ્ઠ:Tarkik Bodha.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૦
તાર્કિક બોધ


યમરાજ—શું છે ભાઈ, હજી તારૂં માણસ બાકી રહ્યું હોય તો લઈ જા.

ભોળી :અરે મહારાજ, અમારે એમાંનું એકે માણસ જોઈતું નથી. અમારૂં ઘર તો ગંધાઈ ઉઠ્યું છે. અને અમે તો કાયર થયાં. અમારા ઉપર દયા કરો.

યમરાજ—તમે કહેતાં હતાં કે, લોકો કહે છે "જમને દયા હોય નહિ" માટે હું તો આ નોકરી છોંડનાર છું. અને હું જાણું છું કે પરમેશ્વર આ ખાતું પણ કાઢી નાંખશે.

વંશપાળ—અરે મહારાજ, ત્યારે તો લોકો અકળાઈ જાય, અને મહાદુઃખ પામે, વળી જગતમાં માઈ પણ શકે નહિ. મટે પરમેશ્વરે જે કાયદો કર્યો છે, તે ઠીક છે.

યમરાજ—પણ જમને દયા હોય નહિ, એવું લોકો કહે છે માટે હું તો આ નોકરી છોડી દઇશ.

વંશપાળ—અરે મહારાજ, એ તો જેને અનુભવ ન હોય તેવાં અજ્ઞાની લોકો એવું બોલે છે; પણ જેઓને અનુભવ છે, તેઓ તો તમને ધર્મરાજ કહે છે.

યમરાજ—ધર્મરાજ શા વાસ્તે કહે છે ?

વંશપાળ—વિવાહમાં જમવા રમવા તો ઘણા લોકો આવે, પણ સંકટની વખતે, કે શ્મશાનમાં તો ખરા વાલેશરી, કે સગો હોય, તે જ આવે. તેમ જ ગણપતિ, દુર્ગા, લક્ષ્મી વગેરે સઉ વિવાહમાં કે દીવાળીમાં જમવા રમવાને ટાણે આવે છે, પણ ખરેખરી વખતમાં દુખથી છોડાવનારા તો તમે છો માટે તમે તો લોકોના ખરા