પૃષ્ઠ:Tarkik Bodha.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૧
વંશપાળ અને યમરાજ વિષે.

વાલેશરી છો. અને ધર્મખાતે ઓષડ કરનાર વૈદ, કોઈ રોગીનું અંગ કાપે, તે દયાથી જ કાપે; પણ અણસમજુ હોય તે એવું સમજે છે, કે આ વૈદ નિર્દય છે. એમ જ ખરૂં જોતાં તમારી નોકરી સઉથી ઉત્તમ, અને દયા ભરેલી છે.

(પછી યમરાજે વૈકુંઠમાં જઈને પરમેશ્વર પાસે બધી વાત જાહેર કરી, અને એ જ નોકરી કબુલ રાખી)

પરમેશ્વર—હવે અજ્ઞાની લોકો કલ્પાંત કરે, કે તમને ગાળો દે તેથી તમારે દિલગીર થવું નહિ. અને એ વાણિઆનાં માણસોને પાછાં મગાવી લ્યો.

યમરાજ—સારૂં મહારાજ, તેમ કરીશ. (પછી યમરાજે આવીએ પેલાં બે જણાંને રજા આપી. અને તેનાં માણસો, મગાવી લીધાં)

દોહરો

જે જે કીધું જગદિશે, જન સુખ સારૂં જાણ;
અણસમજે અકળાઈને, ઉરમાં રોષ ન આણ. ૧.
સવળ વિચારી સમજિયે, તે પ્રભુકૃત્ય તમામ;
રાજી રહિયે રાત દિન, દિલમાં દલપતરામ. ૨.
અઢારસે ને બાસઠ્યો, માર્ચ માસમાં આમ;
નિજમન કલ્પિત આ કથા, રચિ છે દલપતરામ. ૩.

મનહર છંદ

અરે અપરાધી, ખાધી ખોટ તેં ઉપાધી સાધી
ઠગવા લોકોને કામ કીધું જે ઠગાઈ નું;