પૃષ્ઠ:Tarkik Bodha.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૮
તાર્કિક બોધ


શબ્દાલંકારના પ્રશ્નોત્તર

પ્રશ્ન
ઉત્તર
૧. બોખો હાથી પાઈ આપો કુવામાં પડ્યો ચોખો
ને હાથી પાયો બોખો
૨. લંકાનો લોટ લાવી આપો

રાતાં બગલાં રને પળ્યાં,
પાણી દેખી પાછાં વળ્યાં;
એક બગલાનો ભાંગ્યો હોઠ,
લાવ્યાં રે લંકાનો લોટ

૩. મીયઆંનો હોકો ફોડી આપો

એક કોઠામાં બત્રીશ કોઠા,
તેમાં રમે નાના-મોટા;
નહાને મોટે નાંખી ગોળી.
ભાગીરે હરણાંની ટોળી;
હરણખાય હેરા ફેરા,
ભાંગ્યા રે દીલ્લીના દેરા;,
દીલ્લી ઉપર આણદાણ;
ભાગીરે લોઢાની માણ;
માણ ઉપર મોતી,
બીબી આવે રોતી;
બીબીના હાથમાં ધોકો,
ફોડ મીયાંનો હોકો.

ઇત્યાદિ પ્રશ્નોત્તર, બાળકો પોતાની ખુશીથી શિખે છે. જેને આવડે નહિ તે દીલગીર થાય છે. અછી જઈને પોતાની માને કહે