પૃષ્ઠ:Tarkik Bodha.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૯
બાળકના અભ્યાસની ચાલતી રીત વિષે.

છે કે, તું મને શિખવ, એટલે હું બીજા બાળકોને જીતું, જ્યારે બાળકો એકઠાં થઈને આવી રીતે રમતાં હોય, ત્યારે કેટલાએક માણસો જાણે છે કે આ અમસ્તી રમત કરે છે; પણ એમ નથી. જેમ નિશાળમાં અભ્યાસ કરે છે, તેમ જ એ પણ અભ્યાસ કરે છે. અને તેથી બુદ્ધિ ઉઘડે છે, એમ જાણવું. જે બાળકને કાંઈ કહાણી, કે રમત આવડી નહિ, અને છોકરાં ભેળું રમવાને જવા દીધું નહિ, તે ઘણું કરીને બોબડું બોલે છે. અને તેની વિચારશક્તિ ઉઘડતી નથી. માટે નહાનાં બાળકોને એકઠાં થઈને રમવા દેવાં, પણ તેઓ એક બીજાને ગાળો દેતાં, કે ખોટી રમતો રમવા શિખે નહિ, એવી તેઓના ઉપર સુરત રાખવી. અને તેઓને અદબ રાખતાં શિખવવું.

ક્રૂરચંદ—અદબ એટલે શું ?

સુરચંદ—અદબ એટલે મર્યાદા. તે વિષે કહું તે સાંભળ.