પૃષ્ઠ:Tarkik Bodha.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


अदब विशे. १०.


હરેક માણસની મર્યાદામાં રાખવી, તે અદબ કહેવાય છે. પોતાનાથી મોટું માણસ અથવા અધિકારવાળું માણસ હોય, તેને તેના અધિકાર પ્રમાણે માન આપવું એટલે, તે આવે ત્યારે સામાં ઉભા થઈને, સલામ કરીને તેનું સન્માન કરવું. માર્ગે ચાલતાં તેને રસ્તો આપવો. આંખ ચડાવીને તેના સામું બોલવું નહિ. તથા તેના દીલને ખોટું લાગે તેવું બોલવું નહિ; તે અદબ કહેવાય.

જે વધારે અદબવાળું માણસ હોય તે વધારે લાયકીવાળું ગણાય છે. અને કેટલાંએક એવા માણસો હોય છે કે; કોઈ શ્રીમંત ગાડીમાં બેશીને જતો હોય તેને રસ્તો આપતાં આનાકાની કરે છે. અને જાણે છે કે, રસ્તા ઉપર મારો અને તેનો સરખો હક છે. માટે હું કોરાણે ખશીને તેને શા વાસ્તે રસ્તો આપું ? અને તેને લાગતાં વચનો શા વાસ્તે ન કહું ? મારે તેના બાપની શી ઓશિયાળ છે ? એવું ધારે છે તો તે ઉપરથી તેની હલકાઈ જણાઈ આવે છે. અને શ્રીમંત પરમેશ્વરની ઇચ્છાથી મોટો અધિકાર મળેલો છે. માટે તેની અદબ તોડતાં પરમેશ્વર્ની મરજી કરતાં ઊલટું કર્યું કહેવાય. જેમ શ્રીમંતને માન આપવું તેમ જ વૃદ્ધ માણસને, સ્ત્રીજનને અને વિદ્વાનને પણ અદબથી માન આપવું યોગ્ય છે.

નહાના બાળકને, અને ચાકરને પણ ટુંકારાથી બોલાવીએ નહિ, તેને પણ માન દઈને બોલાવીએ, તેથી આપણું મોહો શોભે છે. અને ટુંકારો કરવાથી તેને તો કાંઈ વળગતું નથી; પણ આપણી શોભા