પૃષ્ઠ:Tarkik Bodha.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


ठग साचा विषे. ११.


દીલ્લીમાં એક બુઢો કાયસ્થ હતો, તેની પાસે નાણું પુષ્કળ હતું. પણ તેને કાંઈ પ્રજા ન હોતી. અને તેની સ્ત્રી મરી ગઈ. ત્યારે પ્રજા વાસ્તે તેણે વૃદ્ધાવસ્થામાં ફરીથી લગ્ન કર્યું. તે સ્ત્રીને એક દીકરો અવતર્યો. પછી તે બુઢો કાયસ્થ ગુજરી ગયો. પછી તેની વિધવા સ્ત્રીએ ઘણુંએક નાણું ઉડાવી દીધું. અને ભરજુવાનીના તોરથી છેલી વારે એક મુગલને લઈને જતી રહી. તેનો છોકરો ત્રણ વર્ષની ઉમરનો હતો. તેને ઘરમાં મુકીને ગઈ. પછી તેનાં સગાં વહાંલાએ તે છોકરાની સંભાળ રાખી, નેં તેને મોટો કર્યો. અને નિશાળે ભણવા બેસાર્યો, તે દેશી ભાષા, ફારશી, તથા અરબી વગેરે ભણીને હુશીઆર થયો. પણ તે લોકોને ઠગવાની હુશીઆરી ઘણી શીખ્યો.

એવામાં દર અઠવાડિએ દીલ્લીમાં એક "સત્યભાષક" નામની સભા ભરાતી હતી. તે સભાઓ મેંબર (સભાસદ) થયો. અને પ્રતિજ્ઞા ઉપર સહી કરી કે, મારી ઉમરમાં હું કદી જુઠું બોલીશ નહિ. પછી લોકોની આગળ જ્યાં ત્યાં કહેવા લાગ્યો, કે હું સત્યભાષક સભાનો મેંબર થયો છું. માટે હવે મારાથી કદી જુઠું બોલી શકાય નહિ. પછી તે કપટ ભરેલું સત્ય એવું બોલવા લાગ્યો, કે કોઈ અજાણ્યું માણસ હોય, તે તેનું જુઠાણું કળી શકે નહિ, પણ પૂરા સમજુ માણસ હોય તેઓના જાણવામાં આવે, કે આ જુઠું બોલે છે. તોપણ વાચળપણાથી તકરાર કરીને પોતાનું બોલ્યું સાચું ઠરાવે, પણ છેવટ ઘણા લોકોને તેનો ભરૂંસો ઉઠી ગયો. અને લોકો તેને