પૃષ્ઠ:Tarkik Bodha.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૬૭
ઠગ સાચા વિષે.

“ઠગ સાચો” કહેવા લાગ્યા. ત્યારે તેણે ક્યાંઈ અજાણ્યા દેશમાં જવાનો ઠરાવ કર્યો. અને પોતાના સ્વભાવને મળતો એક પોતાનો મિત્ર હતો, તેને તેણે વાત કહી, કે જો તું મારી સાથે આવે, તો આપણે અજાણ્યા દેશમાં જઈને, એટલું તો કમાઈએ, કે કોઈ શહેરનું રાજ્ય સંપાદન કરીએ.

પછી તેને મિત્રે એ વાત કબુલ કરી. અને બંને જણા મારવાડ તરફ ભોળા લોકોના એક શહેરમાં ગયા. ત્યાં ઠગસાચાયે સાહુકારનો વેષ રાખ્યો. અને તેના મિત્રે બ્રાહ્મણનો વેષ રાખ્યો.

શહેરમાં બંને જણા જુદે જુદે દરવાજે પેઠા, અને જુદે જુદે ઠેકાણે ઉતારો કર્યો. ત્યામ કોઈ માણસ ઠગસાચાને પુછે, કે તમારે માબાપ છે ? ત્યારે દે, કે બાપ મરી ગયો છે, અને મા મુગલને લઈને જતી રહી. લોકો પૂછે, કે આવી બે શરમની વાત જાહેર કરવાનું તમારે શું કારણ છે ? ત્યારે જવાબ દે, કે સત્યભાષક સભાનો હું મેંબર છું, માટે કદી જુઠું બોલતો નથી; અને સાચે સાચું મારે કહેવું પડે છે. તે સાંભળીને ભોળા લોકોએ જાણ્યું કે, આવી છેક છાની રાખવા જેવી બાબતમાં પણ જુઠું બોલતો નથી; માટે આ ખરેખરો સાચા બોલો છે. એવું જાણીને ઘણા લોકો તેનો ભરૂંસો રાખવા લાગ્યા. અને કેટલાએક છોકરાઓએ મા બાપથી છાની મુડી કરેલી. તે ઠગ સાચાને ત્યાં મુકી આવ્યા. તેમાં પૈસો, કે પાઈ ગણતાં વધારે આવે, તો ઠગ સાચો પોતાની સાખ વધારવા સારૂ પેલા છોકરાને પાછી આપે.

કોઈ વખતે તો પોતાની ગાંઠના બે ચાર પૈસા આપીને કહે કે