પૃષ્ઠ:Tarkik Bodha.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૬૮
તાર્કિક બોધ

આટલા તમે વધતા આપી ગયા છો, માટે તમારા પાછા લ્યો. પણ પછી છેલીવારે બધા રૂપૈયા ગળત કર્યા.

વળી એક સાહુકારને પોતાના નહાના ભાઈ સાથે મઝીઆરો વેહેંચતાં, તકરાર પડી; અને તેને ભાઈએ સરકારમાં એવો દાવો કર્યો, કે અમારા મઝીયારા ખાતાના વીશ લાખ રૂપૈયા મોટા ભાઈ પાસે છે, તેમાંથી દશ લાખ મારા ભાગના અપાવો. તે વાતની ખબર પડ્યાથી મોટે ભાઈએ દશ લાખ રૂપૈયા છાની રીતે જઈને ઠગ સાચાને ઘેર મુક્યા. અને સરકારમાં પ્રતિજ્ઞા ઉપર જુબાની આપી, કે મારી પાસે ફક્ત દશ લાખ રૂપૈયા છે, તેમાંથી પાંચ લાખ રૂપૈયા તેને આપું.

સરકારે તેના ઘરનો ઝાડો લીધો. ત્યારે દશ લાખ રૂપૈયા નીકળ્યા. તેમાંથી પાંચ લાખ રૂપૈયા તેના ભાઈને અપાવ્યા. પછી રાતની વખતે ઠગ સાચાનો મિત્ર પેલો બ્રાહ્મણ ઠગ સાચાને ઘેર ગયો. ત્યારે ઠગ સાચે કહ્યું, કે આ પેટીમાં એક સાહુકારના રૂપૈયા છે, તે તું લઈ જઈશ નહિ.

પછી તે મિત્ર તેની મતલબ સમજી રહેલો, તેથી પેટી તોડીને રૂપૈયા લઈ ગયો. બીજે દહાડે પેલે સાહુકારે આવીને પૂછ્યું, કે આ પેટીમાંથી રૂપૈયા ક્યાં ગયા ? ઠગ સાચે જવાબ દીધો, કે, રાતે એક ચોર આવ્યો હતો, તે લઈ ગયો. તેને મેં કહ્યું કે તું લઈ જઈશ નહિ; તો પણ તે વાત તેણે માની નહિ; આ વાત સચે સાચી કહું છું, જુઠું કદી હું બોલતો નથી. પછી તે બીચારાને જેમ "ચોરની મા કોઠીમાં પેસીને રૂએ" એમ થયું. અને ઠગસાચો એવી મોટી રકમ મેળવવામાં ફાવ્યો, તેથી તેણે તે શહેરના રાજાનું રાજ્ય ઠગી