પૃષ્ઠ:Tarkik Bodha.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૬૯
ઠગ સાચા વિષે.

લેવામાં હિંમત ઘાલી. તે શી રીતે લેવું ? તેના ઘણા વિચાર કરતો હતો, એવામાં નદી કાંઠે ફરવા જતાં રસ્તામાંથી એક નહાનો વાટવો તેને જડ્યો; તે લઈને જોયો, તો તેમાં સાત રૂપૈયા રોકડા હતા. ઠગ સાચે ધાર્યું કે હવે આ વાટવામાંથી જરૂર રાજ્ય પેદા કરીશ.

પછી ઘેર જઈ એક રીપોર્ટ સાથે તે વાટવો રાજાની હજુરમાં મોકલ્યો. તેમાં લખ્યું કે આ વાટવો મને રસ્તા ઉપર ફલાણે ઠેકાણેથી જડ્યો છે, તેના સૂર્યદેવ સાક્ષી છે. અને મારે હરામનો માલ ખપતો નથી; માટે શહેરમાં ઢંઢેરો પીટાવીને, વાટવો જેનો હોય, તેને આપવો જોઈએ. પછી રાજાએ ઢંઢેરો પીટાવ્યો. તેથી તેનો ધણી હાજર થયો. અને વાટવાની બધી નિશાની કહી આપીને પોતાનો છે, એવું શાબીત કર્યું, ત્યારે રાજાએ રૂપૈયા સુધાં વાટવો તેને સોંપ્યો. તે ધણીએ તેમાંથી ત્રણ રૂપૈયા ખુશી થઈને રજુ કર્યા; અને કહ્યું કે જેને આ વાટવો જડ્યો હોય, તેને ઈનામના આપો.

તે ત્રણ રૂપૈયા ઠગ સાચાને ઈનામના આપવા માંણ્ડ્યાં, ત્યારે તેણે કહ્યું, કે મફતના પારકા રૂપૈયા હું કદી લેનાર નથી. તેથી રાજાએ જાણ્યું કે આ માણસ ઘણું પ્રમાણિક જણાય છે. આવો પ્રમાણિક કોઈ દીઠો નથી; તેથી તેને ખજાના ઉપર નોકર રાખ્યો. અને તેના ઉપર ઘણી પ્રીતિ રાખવા માંડી.

ઠગસાચો મીઠી મીઠી વાતથી રાજાનું મન હરી લેતો હતો; અને પોતાનું પ્રમાણિકપણું બહુ જણવતો હતો. એક સમે રાજાએ એક હજાર મણ જારની ખાણ ભરવા માંડી, તે કામ ઠગસાચાને સોંપ્યું. ત્યારે ઠગ સાચે કહ્યું કે સાહેબ, અરધી જાર મારી ખાનગી