પૃષ્ઠ:Tarkik Bodha.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૭૦
તાર્કિક બોધ

ખાતાની ખાણમાં નાંખવાની રજા આપો; પછી રાજાએ રજા આપી, પછી રાજાએ રજા આપી, એટલે મજુરો દેખતાં ઠગસાચે જારના એક દાણાનાં બે ફડશીયાં કર્યા. ને અને મજૂરોને કહ્યું કે જુઓ આ મારી અડધી જાર ખાણમાં નાખું છું. પછી તે મજુરને સાક્ષીમાં રાખીને રાજાને કહ્યું, કે આના દેખતાં મેં મારી અરધી જાર ખાણમાં નાખી છે. તેનો મર્મ બિચારા ભોળા મજુરો સમજ્યા નહિ, અને તેના અમલના તાપથી ખુલાસો કરી શક્યા નહિ. પછી ઠગસાચે રાજા પાસે અરધી જારની ચિઠ્ઠી લખાવી લીધી. અને તે બજારમાં વેચીને નાણાં લીધાં. ત્યારે તેને મિત્રે એકાંતમાં હસતાં હસતાં કહ્યું કે એ દગો કરવાથી તમે ઈશ્વરના ગુનેહગાર ખરા કે નહિ ? ત્યારે ઠગસાચે કહ્યું કે એમાં શેના ગુનેહગાર ? આપણે કાંઈ જુઠું બોલ્યા નથી. આપણે તો અરધી જાર ખાણમાં નાખી હતી તે કહી. પણ રાજાએ સમજ્યા વિના અરધી ખાણ લખી આપી, તે તો તેની ચુક છે તેમાં આપણે શું ?

વળી એક સમે તેણે રાજાને કહ્યું, કે મને રાજગાદી ભોગવવાની ઘણી તૄષ્ણા રહી ગઈ. ફક્ત એક વર્ષ સુધી, કે એક માસ, કે એક દિવસ, અથવા એક ઘડી સુધી પણ હું સંપૂર્ણ અખત્યારથી ગાદી ભોગવું ત્યારે જ મારી તૃષ્ણા મટે. છેલી વારે કહ્યું કે "લીંબુ ઉછાળરાજ્ય" એટલે લીંબુ ઉછાળીએ તે પાછું ભોંઈ પડે, એટલી વાર સુધી પણ રાજગાદી ભોગવવાનું મારા મશીબમાં હોત, તો ઘણું સારૂં.

પછી રાજાને તેની દયા આવી. અને કહ્યું, કે "લીંબુ ઉછાળરાજ્ય" હું તને બખશીશ આપું છું. પછી ઠગસાચે તે