પૃષ્ઠ:Tarkik Bodha.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૭૧
ઠગ સાચા વિષે.

બાબતનો દસ્તાવેજ સહી સીક્કા સુધાં કરાવી લીધો. રાજાએ કહ્યું કે તારી મરજીમાં આવે, તે દિવસે એટલી વારનું રાજ્ય તું માગી લેજે. ઠગસાચે કહ્યું કે સારૂં મુહૂર્ત જોઈને માગી લઈશ. પછી તેણે પેલા પોતાના મિત્ર બ્રાહ્મણને બોલાવીને બધી વાત વાત સમજાવી. અને એક દસ્તાવેજ લખીને તેને આપી મુક્યો. અને કહ્યું કે હું રાજગાદીએ બેસું ત્યારે તું મને આશીર્વાદ દઈને આ લેખ રજુ કરજે. પછી મુહૂર્ત જોઈને ઠગ સાચે રાજાને કહ્યું કે, ફલાણે દિવસે પહોર ચડતાં મને રાજગાદીનો માલેક કરવો જોઇએ.

પછી રાજાએ પેાતાના સર્વે કારભારીઓને આ વાત જાહેર કરી ત્યારે કેટલાએક કારભારીઓએ કહ્યું, કે સાહેબ, આ વાત ઘણી અયોગ્ય છે. તોપણ રાજાએ કહ્યુ કે હું જે બોલ્યો, તે કદી ફરનાર નથી.

પછી ઠરાવેલી વખતથી અગાઉ સર્વે કારભારીઓને ગાદી આગળ હાજર રાખ્યા. અને તમામ દફતરો હાજર રાખ્યાં. અને ઠગસાચાને રાજ્યગાદી ઉપર બેસારીને લીંબુ ઉછાળ્યું. એટલે પેલે બ્રાહ્મણે તેને આશીર્વાદ દઈને, પેલો દસ્તાવેજ રજુ કર્યો. ઠગસાચે તે ઉપર સહી કરી. અને લીંબુ હેઠું પડ્યું કે તરત રાજગાદીએથી હેઠો ઉતર્યો.

દસ્તાવેજમાં લખ્યું હતું કે મેં તને આ રાજગાદી હમેશાં ભોગવવા કૃષ્ણાર્પણ આપી છે. પછી ઠગ સાચે રાજાને કહ્યું કે સાહેબ, આ રાજગાદી ઉપર થઈ ગયેલા રાજાઓમાંથી કોઈએ પચાશ વર્ષ, કોઈએ પચીશ વર્ષ, અને કોઈએ પાંચ મહિના અખત્યાર મેળવ્યો હશે. પણ તેઓમાંના હરકોઈએ કરી આપેલા દસ્તાવેજો તમારે પાળવા પડે છે. તે જ રીતે રાજગાદીના માલેકપણાથી મેં જે