પૃષ્ઠ:Tarkik Bodha.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૭૨
તાર્કિક બોધ

દસ્તાવેજ કરી આપ્યો, તે તમારે પાળવો પડશે.

ઇનસાફની રીતથી રાજા બંધાઈ ગયો, તેથી કશું બોલી શક્યો નહિ. અને ઠગસાચે પેલા બ્રાહ્મણને કહ્યું, કે તું ગાદી ઉપર બેશ. પછી તે ગાદી ઉપર બેઠો. અને ચાર ઘડીમાં તો તેણે ખજાનામાંથી વીશ લાખ રૂપૈયા દાન પુન્ય વાસ્તે, તથા સરદારોને, અને કારભારીઓને વહેંચી દીધા. કેટલાએક સમજુ કારભારીઓએ તેમાંનું કશું લીધું નહિ. અને નોકરી ઉપરથી હાથ ઉઠાવાનું કહીને ચાલ્યા ગયા. અને રાજા, તથા તેનું કુટ કુટુંબ, અને સમજુ પ્રજાનાં મન ઘણા ગભરાટમાં પડ્યાં. અને કોઈને કશો ઉપાય સુજ્યો નહિ. સઉ છેક નિરાશી થઈ બેઠાં.

ઠગસાચો હિંમતથી બોલવા લાગ્યો, કે રાજમહેલ ખાલી કરીને, તેને સ્વાધીન કરવો પડશે. પછી મી. વાસુદેવજી જેવો એક વકીલ ઘણો હુશીઆપ હતો. તેણે રાજાને તથા પ્રધાન વગેરેને, એકાંતે બોલાવીને કહ્યું, કે ઇનસાફની રીતે હું તમારું રાજ્ય પાછું અપાવું એવો નકી દીલાસો આપીને, પાછા કચેરીમાં આવ્યા અને ઠગસાચે બ્રાહ્મણને લખી આપેલો દસ્તાવેજ વકીલે વાંચવા લીધો. તેમાં લખ્યું હતું કે, “હું તને રાજગાદી હમેશાં વાસ્તે કૃષ્ણાર્પણ આપું છું.”

વકીલે તે બ્રાહ્મણને કહ્યું, કે મહારાજ, તું ફક્ત રાજગાદીનો માલેક છે. માટે આ તારી ગાદી માથે ઉપાડીને લઈ જા. અને તે ગાદીનો હમેશાં ભોગવટો કરજે. એમ કહીને તે ઠગસાચાના મિત્રને હાથે ઝાલીને ઉભો કર્યો. અને ગાદી લઈને તેના માથા માથા ઉપર મુકી. તે ગાદી લઈને પેલે જવા માંડ્યું. ત્યારે વકીલે કહ્યું કે ખજાનાનું નાણું