પૃષ્ઠ:Tarkik Bodha.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


जुना तथा हालना नठारा चाल विषे. १२.

ગયાં થોડાં વર્ષ ઉપરના જંગલી ચાલ નીચે મુજબ.

૧. રાજાના ઘરને જ મેડી હતી, પણ ર‌ઇયતના ઘરમાં મેડી ચણવા દેતા નહિ. કદાપિ મેડી કરે તો તેની બારીઓ તે ઘરની પડશાળમાં મુકે. કે તેથી તે ઘરને મેડી છે. એવું બહારથી જણાય નહિ.

૨. રાજાઓ ધાડ પાડીને, પોતાનાં પારકા ગામ લૂંટતા હતા.

૩. નબળી દશામાં લોકો છોકરાંને વેચતા હતા. તથા કેટલાક લોકો છોકરાં ચોરી જ‌ઈને પર જીલ્લમાં વેચી દેતા હતા.

૪. પરણાવાનું ખર્ચ ઘણું થાય, માટે રજપુતો દીકરીઓને મારી નાખતા હતા.

૫. ગૌશીતળતા કાઢનારને દેખીને લોકો છોકરાંને સંતાડતા હતા, અને ત્રાસ પામતા હતા.

૬. ગુનેહગારને ધિકતા ગોળા ઝલાવતા હતા. એ વાતમાં ઘણી ઠગાઈ હતી તોપણ ઘણા વર્ષો સુધી તે ઠગાઈ કોઈના જાણવામાં આવી નહિ.

૭. કેટલાક એક રાજાના મડદા સાથે હજામ, ખવાસ વગેરેને જબરદસ્તીથી જીવતા બાળતા હતાં.

૮. કેટલીયેક બાયડીઓ ધણીના મડદા સાથે બળી મરતી હતી. તેમાં કેટલીએક તો વ્યભિચારિણીઓ હતી.

૯. કાનામાત્ર વિના બોડીયા અક્ષરોથી ખતપત્ર લખાતાં હતાં.

ઇત્યાદિ ઘણા જંગળી ચાલ બંધ પડ્યા. અને હજી કોઈ કોઈ