પૃષ્ઠ:Tarkik Bodha.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૭૫
જુના તથા હાલના નઠારા ચાલ વિષે.

ઠેકાણે તેમાંનો કોઈ એક ચાલ દેખાય છે, પણ તે થોડી મુદ્દતમાં બંધ પડી જશે.

હાલના જંગલી ચાલ

૧. સો વર્ષ પછી લોકો હશીને વાતો કરશે. કે ખાળનાં પાણી જવાની નીકને ઠેકાણે , અને શેરીમાં રસ્તા વચ્ચે પત્રાળી માંડીને આપણા લોકો જમતા હતા. એવો નઠારો ચાલ હતો.

૨. સાત વર્ષનાં અજ્ઞાની બાળકને પરણાવતા હતા.

૩. ઘરબાર વેચીને પણ નાતવરા કરવાનો ચાલ હતો.

૪. પુરુષ, બે ત્રણ વાર પરણતા, અને છોડી નહાની ઉંમરમાં રાંડે તોપણ તેને આખી ઉંમર રંડાયો ગાડવો પડતો હતો.

૫. વગર ભણેલા રાજા અમલદારી કરતા હતાં.

૬.ભૂતની અને જાદુની વાતો સાચી માનતા હતા.

૭. દેવની માનતા કરવાથી દીકરા આવે, એવું લોકો માનતા હતા.

૮. ગૃહસ્થોની સ્ત્રિયો પણ વગર ભણેલીઓ હતી.

૯. કીમીયાની વાતો સાચી માનતા હતાં.

૧૦.ઘરમાં કચરો, અને આંગણામાં કાદવ હતો.

૧૧. વ્યસની, દરીદ્રી, દુરાચારી, અને મૂર્ખ હોય, તો પણ તે કુળવાન ગણાતાં હતાં.

૧૨. દીકરીને પરણાવીને માબાપ પૈસા લેતાં હતાં.

૧૩. ઠાકોર ખાટલા પર બેઠા હોય, તો ચાકર લોકો ઊંધા ખાટલા નાખીને સૂતા હતા; કેમકે ઠાકોર બરાબર ઉંચે આસને બીજા કોઈથી સુવાતું નહિ.