પૃષ્ઠ:Tarkik Bodha.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૮૮
તાર્કિક બોધ

૮૮
 


मोटी *[૧] घोडागाडी विषे. १५.

મનહરછંદ.

સાધવા હરેક કામ સાધનનો શોધ કરો,
સાધનથી ગરીબ જીતે મોટા મહીશને;
સાધન વિનાનો શૂરો કહો તે શું કરી શકે.
સાધનથી એકલો પૂરો પડે પચીશને;
એક ઘોડો એક જ પુરુષને ઉપાડી શકે.
વીશ ઘોડા હોય તો વાહન થાય વીશને;
દાખે દલપત શ્રેષ્ટ ગાડીનું સાધન હોય;
બે ઘોડા જોડેલા તાણી જાય એકત્રીસને. ૧

એક દિવસે મુંબઈમાં એક ઉદાર ગૃહસ્થની એવી ઈચ્છા થઈ કે, નિશાળમાં જઈને હુશિયારમાં હુશિયાર વિદ્યાર્થી હોય, એવા એક જણને પચીશ, કે ત્રીસ રૂપૈયા ઈનામ આપું.

પછી સવારના દશ કલાક વાગતાં એક બે પોતાના મિત્રોને લઈને નિશાળમાં જઈને બેઠા. અને માસ્તરને કહ્યું કે, ઉપલા વર્ગને


  1. *આમનિબસ. તેને ઠેકાણે હાલ મુંબઈમાં રેલપર ટ્રામગાડી ચાલે છે.