પૃષ્ઠ:Tarlaa.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૦૫
વસન્ત અને અરવિન્દ.


પ્રકરણ ૫ મું.
વસન્ત અને અરવિન્દ.

અરવિન્દ ખેતરની ભાંજગડ માટે પોતાના ગામથી દૂર નાના ગામમાં ગયો હતો. ગામના ચોરામાં ખાટલો નાંખી પડ્યો હતો. બે ચાર પટેલીયાઓ હોકો ગગડાવતા, ‘ભાઈ’ ‘બાપુ’ સાથે વાતો કરતા હતા. કુંભારે પાણું ભરેલું માટલું મૂક્યું અને હજામ અરવિન્દના પગ ચાંપવા બેઠો. ચોરામાં જ સામેની ઓરડીમાં રસોઈની તૈયારી થતી હતી. ચોરાની સામે જે નિશાળ હતી ત્યાં માસ્તર આજ અરવિન્દ આવવાથી જોરથી ભણાવતા હતા. આ બધો આનંદ નિર્દોષ અને શાન્તિભર્યો આનંદ ભાગવતો હતો ત્યાં પોતાની જ બીજી બળદગાડી આવતી જોઇ. અત્યારે આ ગાડીમાં અહીં ગામડામાં કોણ આવ્યું હશે તે જોવા અરવિન્દ ઉભો થયો ને જુએ છે તો વસન્તલાલ. વસન્તલાલ !.....લીલા પરણી કે કેમ તે ખબર પડશે......'વસન્તલાલ! બહુ સારું થયું કે તમે આવ્યા. આમ અચાનક કયાંથી ?'

'અરવિન્દ ! અચાનક જ આવવાનું થયું એટલે કાગળ લખી શક્યો નથી. હું તે અહીં ત્રણ કામે આવ્યો છું. એક તો ત્હને મળવા, બીજો ગામડાનો આનંદ લેવા અને ત્રીજું સરકારી કામ છે.'

'ગમે તે કારણથી આવ્યો હોય તેની મારે શી પડી છે! ગમે તે બ્હાને પણ આવે એટલે બસ.' અને મિત્રો વાતમાં પડ્યા અને વસન્તલાલ-મુંબાઈવાસી વસન્તલાલને ગામડાનું આ જીવન આનંદમય લાગ્યું અને બોલ્યો, 'અરવિન્દ ! ખરેખર તે ભાગ્યશાળી છે. ત્હારે જે જોઈએ તે બધું છે, આથી બીજું માણસને શું જોઈએ !'

‘ભાઈ! નસીબ ! ખરું ! પ્રભુએ મને જે આપ્યું છે તેમાં સંતોષ માનું છું, એટલે નસીબદાર છું. જે વસ્તુ નથી તે માટે બીજાની અદેખાઈ કરી દુઃખી થતાં શીખ્યો નથી માટે જ સુખી છું.....પણ વસન્ત તારે કેમ છે ?'