પૃષ્ઠ:Tarlaa.pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૩૭
એકલાં.


લખવા પડે છે તે પછી ભૂજંગલાલને લખવામાં શું વાંધો છે પણ શું લખું ? તમારું ખૂન થશે, સુમનલાલથી સંભાળજો, એમ લખું ? એનો અર્થ એટલે જ કે મ્હારો સુમન સપડાય. ભૂજંગ એ કાગળ પોલિસને સોંપે તો એ પુરાવો થાય ને ? ત્યારે હું જાતે જ મળું તો ? શણગારભાભીને ઘેર જાઉં ને ત્યાં ભૂજંગલાલને બોલાવું અગર હું ને શણગારભાભી બે જઈએ તો ? મૂળ વાત ન સમજે ને સુમનલાલને ખબર પડતાં એમનો વ્હેમ નહી વધે ? ત્યારે શું કરવું? ભૂજંગલાલ બધા કહે છે એવો હશે ? હા ! લીલાને છોડી દીધી. બીચારી એ મરવા પડી. પણ એ તો મારે માટે ને ! તો પછી મેં લગ્નની વાત કરી ત્યારે કેમ ગલાંતલાં કરવા માંડ્યાં! લગ્ન થયા વિના સાથે રહેવાય ? એ થાય જ કેમ ? હું કોણ? મ્હારૂં હડહડતું અપમાન ! પણ ચંદાભાભી કહેતાં હતાં કે એમ તો એણે ઘણાને ફસાવવા યત્ન કર્યો છે, એ વાત ખરી ? એને કઈ માથાની નહી મળે ? ભોગ એના. મ્હારે મ્હારા સુમન. પણ આપઘાત-ખૂન થતું બચાવવું જોઈએ. બસ એ તો એ જ. શણગારભાભીને ત્યાં જાઉં અને ભૂજંગલાલને આડકતરી રીતે ચેતાવું.'

આ વિચાર ઉપર આવી તરલા ટટાર થઈ ગાડી જોડાવી અને નીચે ઉતરવાની તૈયારી કરે છે ત્યાં સુમનલાલની ચીઠી આવી. ચીઠી વાંચતાં વાંચતાં તરલાને અનેક લાગણીઓ થઈ. સુમનલાલની ઉદાર વૃત્તિ, ક્ષમા ગુણ માટે માન થયું; પરન્તુ સ્નેહ કરતાં લોક્નિન્દા, આબરૂ બેઆબરૂ માટેની એની ફીકર હસવા સરખી લાગી. ખૂન-આપઘાત કાંઈ નથી તો પછી મ્હારે શણગારભાભીને ત્યાં શા માટે જવું એ વિચારે પાછી હઠી ત્યાં તાજે કલમ ઉપર નજર પડી અને ચમકી.

"ના, ના. હજી ખૂનના વિચાર માંડી વળાયા નથી. ક્રોધમાં ને કોધમાં, વ્હેમમાં ને વ્હેમમાં કાંઈ આડુંઅવળું કરી બેસશે માટે ચાલ જઈ ભૂજંગને ચેતવું. આ ચીઠીનો ઉત્તર તો પછીએ અપાશે.”